વિચારતું કરશે

માખી સાલ્લી મારા જ કાનમાં ગૂણ-ગૂણ કરે, બોલો!

દરરોજ લાઇફમાં એક્સાઇટમેન્ટ, હોઠો પર મુસ્કાન, લડી લેવાનો જોશ લાવવો
ક્યાંથી પૂછડામાંથી…!?
મને ખબર છે કે હવે જે હું કરવા જઇ રહ્યો છું એ વધારે પડતી ડાહી-ડાહી
અને બધાને ખબર જ હોય એવી કોપી બુક ઑબ્વીયસ વાતો છે પણ છતાં મારે મને વ્યક્ત કરવો
છે (અરે ભૈ! અહીંયા દરરોજ એ જ તો છોલાવવા આવું છું!).
ના, પૂછડામાંથી નહીં પણ નીચે જોઇને. ‘શું કરીને, પાર્ડન?’ હા, બરાબર
સાંભળ્યું તેં, ‘નીચે જોઇને.’ એક વાત કહે કે તું તારા મા-બાપને ત્યાં જનમ્યો એમાં
તારો હાથ કેટલો?, (હીયર એટ ‘વ્યક્ત’ આઇ એમ ધ બોસ, તો હું મારી વાત નહીં કરું કેમ
કે યુ નો, હું આ બધાથી ઘણો ઉપર છું! “હવે જાને ફેકું,
પછવાળું ધોવાની ભાન નથી ને હાઇલો આઇવો ‘બોસ’નો ગગો નંઇ તો”,
એય, એય!! કોણ બોલ્યું, કોણ બોલ્યું એ?) તું આ લખેલું વાંચી શકે છે એમાં તારો હાથ
કેટલો એટલે કે તને નિશાળ ભેગો કરવામાં તારો હાથ કેટલો?,  તું આ લેપટોપમાં ભોડું ઘાલીને ફર્યા કરે છે એ બધું
સમજવાની બુધ્ધિનો હકદાર હોવા પાછળ તારો હાથ કેટલો? હજી ફકરાનાં ફકરાં આવા સવાલોથી ભરી
દઇશ જો કંઇ અવડાઇ કરી છે તો!
પણ ખરેખર દોસ્ત આપણે જે કંઇ છીએ શું કામ છીએ અને આપણે જે કંઇ નથી એ
શું કામ નથી એ વિચારીવા બેસીએ ત્યારે ખબર પડે કે જે-તે હોવા કે જે-તે ન હોવા પાછળ
આપણે જરા પણ જવાબદાર નથી. આપણે કંઇક છીએ તો એ બસ છીએ; આપણે આંધળા નથી, આપણે અભણ
નથી, આપણે ભૂખમરાનો શિકાર નથી, આપણા મા-બાપે આપણને તરછોડી દીધાં નથી.
અને હવે એક સવાલનો જવાબ આપ; તે નીચે આવતાં પહેલાં તારા કોન્ટ્રાક્ટમાં
આવું કશું ન હોવાના ક્લોઝ મૂકેલા? ના, આવું કશું જ બન્યું નથી, આપણે કશું જ કર્યું
નથી. આપણે આવા છીએ કેમકે કોઇક ઇચ્છે છે કે આપણે આવા હોઇએ, કોઇક જાણે છે કે આપણે
આવા હોવાને લાયક છીએ.
જોકે મેં એવા ડફોળોને પણ જોયા છે, જો કે બધાએ જોયા જ હોય, કોઇ એમ તો ન
જ કહે કે હું આવા ડફોળમાંનો જ છું કે જે હંમેશા આવું જ કહેતાં ફરતાં હોય કે, ‘મારે
પણ પેલાનાં જેવી ‘ભરી-પૂરી’ ગર્લફ્રેન્ડ હોય તો!’, ‘મારી પાસે પણ ગૂચીની બેગ,
અરમાનીની ચડ્ડી, પ્રાડાનાં સૂઝ, રોલ્સ નહીં તો કંઇ નહીં એકાદ મર્સીડિઝ, આઇફોન5 હોય
તો!’, ‘મારી બોડી પણ આવું જ સ્લીમ હોય તો!’
તારે ‘ને મારે શરત લાગી જાય કે, ‘હું આ કેમ નથી?’ કરતાં ‘સારું હું આ
નથી’ એવું કહેવાનાં ઉદાહરણ વધારે મળી જશે, કુદરત પાસેથી માંગ-માંગ કરવા કરતાં એનો
આભાર માનવાનાં કારણો વધારે મળી જશે, પછવાળું બાળ્યે રાખવા કરતાં હોઠો મલકાવવાનાં
વધારે રસ પડતો જશે; બસ એકવખત નીચું જોતાં શીખી જઇએ…
(મેં પહેલાં જ કહ્યું હતું, આજે થોડી વધારે ડાહી-ડાહી વાતો કરવાની છે;
જો આ વાંચીને કોઇ સુધરી-બુધરી જાવ તો એની જવાબદારી આ દેવાંગની નહીં હોં પહેલા કહી
દઉં..)