સપ્તરંગી

મારા જેવી થશે…!

હું તને કહું દિમાગ શું છે?

એક
વખિંભર જનાવર.

એને
એવું ક્યારેય નહીં થાય કે પેટ ભરેલું છે તો જવા દઇએ


સીધું ગળું દબોચસે, પેલી ધોરી નસ પર જ દાંત ભીંસસે

દિમાગ
એક બેદર્દ શિકારી છે.

એને એક
આદત છે; છૂપાઇને વાર કરવાની

એની
પાસે એક આવડત છે; ગાયબ થવાની

પણ
એવું નથી કે દિમાગ સર્વોપરી છે

દિમાગ
પાસે પણ કશુંક નથી

અને એ
છે એનું પોતાનું દિમાગ

ના,
દિમાગ પાસે દિમાગ નથી

હવે
વિચાર કે એવું કોઇ જનાવર જે મારણ પેટને લીધે નહીં પણ ટેવને લીધું કરતું હોય,

જેના
હુમલાને કોઇ બાબાએ હજુ સુધી ભાખ્યો નથી એને જેના ઉપર થયો એ બચ્યો નથી આવા જનાવરને તું
જ કે’ કોઇ દિ’ ખૂલ્લો છોડાય?

લે ને
તને કહી જ દઉં-

ભયંકર
ઝેરી નાગણીએ દિધેલા ચાર બચ્ચામાંથી, કરંડિયામાં મૂકવા જતાં મદારીનાં હાથમાંથી છટકી
ગયેલું લસરકું, ચમકતું, કાળું એ એક બચ્ચું એટલે દિમાગ

દિમાગતો
તાકમાં જ છે કે ક્યારે તું એને છૂટ્ટું મૂકે અને ક્યારે એ પોતાનાં કાંડ શરૂ કરે

પેલા
રંગ બદલીને ડાળી જેવા થઇ ગયેલાં અને પતંગીયાના નજીક આવતાં સટ્ટ દઇને પોતાની લાંબી,
ચીકણી જીભથી એને પોતાના મોંમાં ખેંચી લેતાં કાંચીડા અને દિમાગની ફિતરતમાં રત્તીભારનોય
ફરક નથી

તને
ચેતવું છું હું તો બસ…ધ્યાન રાખજે, દિમાગને જરા પણ ઢીલ દઇશમાં;

તારી
મરજીની વાત છે પછી તો, વધારે તો શું કહું, મારા જેવી હાલત થશે…!