સાદું-સીધું

મારી ચાદર

ફાટેલી એ ચારે કોર હતી

રંગે
તો સાવ ભૂખરી હતી

જેની
ઓથમાં-જેને બાથમાં લઇ

આરામથી
પોઢ્યો છું, એ ચાદરમાં-

મારે
મન તો કોઇ ખોડ ન’તી.