સ્વાભાવિક

‘મરવું’ નહી પડે..

એક નવો શબ્દ
સાંભળ્યો, ગૂગલ કર્યો, અર્થ જાણ્યો, ઇતિહાસ જાણ્યો અંતે હર વખતની જેમ મૂંજાયો…!
–‘Boho-chic’–
હું તને આ શબ્દ વિશે
કંઇ નથી કહેવાનો એ તો તું ગૂગલ કરી લેજે પણ અત્યારે તો વાત કરવાની ઇચ્છા છે પેલી
મૂંજામણને છતી કરવાની…એક સવાલ પૂછું તને, તે ખૂદે અને તારા વડીલોએ તને આ કેટલી
વખત કહ્યું હશે કે, સારા લોકો સાથે હંમેશા સારું વર્તન કરવાનું અને ખરાબ લોકોને
એની સામે એવી જ રીતે ટેકલ કરવાનાં?- 10,589 વખત મીનીમમ..!
હવે હજી એક સવાલ, તને
કોણ કે’શે કે સામેવાળો કેવો છે, સારો કે ખરાબ? તું? કે પેલા ફરસાણવાળાનો
ઇલેક્ટ્રીક વજન કાંટો કે જે 200 ગ્રામ ગાઠીયામાં મૂકેલી 35 ગ્રામની પસ્તી છતાં 203
ગ્રામનાં ઢગલામાંથી એક પતરી ઉપાડીને વળી સોકેસ પાછળનાં પેલા ઢળતાં રાખેલાં
ડબ્બામાં પાછી ફેંકી દે છે?
તને એક વાત કહું, ડોન્ટ
જજ; આવવાં દે, અજમાવ. આ ફ્લેક્સી થવાની કે રીજીડ ન થવાની વાત નથી બસ ઇઝી ગોઇંગ
રહેવાની વાત છે; ‘આ બાપુને તો બધું જ ચાલે હોં!’, ‘ના રે, હોં અમારે આના વિના તો એક
ડગલું ન ભરાય!’; ના આવું કંઇ નહીં પણ એટલું જ કે હવાતીયાં ન માર, રઘવાયો ન થા, તારો
ઇન્ટેલીજન્શ ક્વૉશન્ટ ભલે 35-37 ન હોય, તું 100 મીટરની રેસ ભલે 10 સેકન્ડમાં ખતમ ન
કરી શકતો હોય, તું ભલે આઠ પાણીપૂરીની પ્લેટ એકધારી ગપકાવી શકતો હોય, તને ભલે ક્રીસ
ગેઇલ ન ગમતો હોય, તારી પાસે ભલે આઇ-ફોન હોય..વૉટ મેટર ઇઝ..એ બધું તારામાં હોય
જોઇએ, તને જે કંઇ ગમતું હોય એ ‘તને’ ખૂદને ગમતું હોવું જોઇએ, જે કંઇ ભાવતું
હોઇ-ફાવતું હોઇ એ ‘તને’ ખૂદને ભાવતું-ફાવતું હોવું જોઇએ, કંઇ કર કે કંઇ બન કે કંઇ
પહેર કે કંઇ બોલ કે કંઇ ખા એ ‘તું’ કર…
તું જે હો એ બસ ‘તું’
હો..
So,
બનવું નહીં પડે, બની જઇશ;
જગવું નહીં પડે, તરવું નહીં પડે, ખમવું નહીં પડે…
અંદર એવો બહાર રહે, બસ! ખમી જઇશ.