પરે સાવ

ના, આજે નહીં…એક દિ’

એક દિ’ આપણને સમજાય જશે આપણે ‘અહીંયા’ શું કરીએ છીએ
એક દિ’ આપણને સમજાય જશે કોઇ સંખ્યાને શૂન્યથી ભાગવાથી શું મળે
એક દિ’ આપણને સમજાય જશે પૈસો આપણો બનાવેલો છે
એક દિ’ આપણને સમજાય જશે કોઇ એવું કેમ નથી કે જેને સંગીત ન ગમતું હોય
એક દિ’ આપણને સમજાય જશે મકોડા ફરીને પાછા ત્યાંને ત્યાં કેમ આવી જાય
છે
એક દિ’ આપણને સમજાય જશે અંધારુ કાળું કેમ હોય છે
એક દિ’ આપણને સમજાય જશે ‘ગઇકાલે મળીશું’ એવું શા માટે નથી બોલતું કોઇ
એક દિ’ આપણને સમજાય જશે અહીંયાથી ઘણે દૂર, ગલત-સહીને પાર રણબીર કહે છે
એવું એક મેદાન છે
એક દિ’ આપણને સમજાય જશે સેકેલી મકાઇ પર હળદર અને પોપકોર્નમાં
લીંબુ-મરચાનું કોમ્બી કેવું લાગે
એક દિ’ આપણને સમજાય જશે દઇને પણ કમાવાઇ છે
એક દિ’ આપણને સમજાય જશે આટલા બધા ચક્રો ફેરવવા કોને અને કેમ પોસાય છે
એક દિ’ આપણને સમજાય જશે અનુષ્કા આપણી હારનું કારણ ન’તી