ચોખ્ખું ચટ્ટ

નાની છે.

જવાબદારી લે, એને નિભાવવાં મચી પડ, લડી લે, ‘શું કરશ?’ તો કે- કંઇ
નહીં..આવું ક્યારેય ન થવા દે, જ્યારે ‘ટાઇમ નથી!’ એવું બોલ ત્યારે તું ખરેખર શ્વાસ
ન લઇ શકતો હોવો જોઇએ, સમય સાચવ, એક વખત બોલી જા, ‘પૈસા મહત્વનાં નથી, સંતોષ મહત્વનો
છે.’, કરવા ખાતર કંઇ કર માં અને જો એવું કંઇ કરવું પડે તો એ વિચાર સાઇડ પર મૂકીને
જાન રેડી દે એમાં, એટીટ્યુડ રાખ, એગ્રેશન રાખ, કંજક્ટીવાઇટીસ જેવા ચાપો દબાવવાનાં
ચેપમાં કાગળ-પેનનો સાથ છોડમાં, લખ, લખ્યા પછી એને વાંચ, એનાં પર કામ કર, કામ થઇ
જાય એટલે એનાં પર લીટી માર, ધબકતો, ધડકતો, દોડતો, તપતો રહે.
જિંદગી નાની છે દોસ્ત, ખરેખર નાની છે. ‘કયા બેઇઝ પરથી આવું કીધું?’,
તો કે- મેક્સીકો કે ક્યાંક બીજે પાક્કુ યાદ નથી, માં એકાદું ક્રેટર(જબરો ખાડો!)
છે. વર્ષો નહીં પણ સદિઓ પહેલા ઉપરથી એકાદ જરાક મોટો પાણો આવીને ત્યાં પડ્યો..કંઇ
મોટી વાત નહીં..હેને..!?
હા, નંથીગ મચ..બસ આ પથ્થર જરા મોટો હતો. એણે જરાક મોટો ખાડો પાડ્યો,
ધૂળુની ડમરીઓ ચડાવી, સૂરજને ઢાક્યો, પૃથ્વિને જમાવી, ડાયનોસોરને રાતો-રાત માર્યા,
વિગેરે..વિગેરે…હવે મેઇન વાત એ છે કે આવા અગણિત ‘નાના-નાના’ પથ્થરા ઉપર આકાશમાં
ફર્યા કરે છે. હવે જો એકાદો ફરતો-ફરતો આલી કોરનો રસ્તો ભૂલી ગ્યો તો…. તો
ટૂંકમાં તું એક વાત સમજી લે કે જિંદગી નાની છે. ગેંગેફેંફે, ગામની પંચાત કે પછી
ટક-ટકીયા વાળી બોલપેનને ચાલું-બંધ કરવામાં ટાઇમ બગાડમાં..