સ્વાભાવિક

નવે નાકે દિવાળી.

લે તને કહું બદલાવ કેવો હોય? તો કે’ બદલાવ ગમે તેવો હોય.
હા, બસ આટલું. સારો હોય, નરસો હોય, નવો હોય, જૂનો હોય, ગમે એવો હોય, ન
ગમે એવો હોય; કંઇ પણ નવું આવે એ પછી ભલે ને વર્ષોથી પીટાતું આવ્યું હોય પણ તાર
માટે જે નવું છે અને એ તું કરે એટલે એ તારામાં તે લાવેલો બદલાવ થયો.
પછી એ બદલાવનાં રૂપમાં તું બેલબોટમ પાટલુન પહેરવાનાં ચાલું કરે કે પછી
SMSથી
કાર સ્ટાર્ટ કરે, સોની PS3 વસાવે કે પછી નળીયાવાળું ઘર બંધાવે. તું જે નવીન કરે છે એ બદલાવ છે.
આમ જો જુએ તો સાલ્લા બદલાવો ચાલું જ હોય છે આપણી જિંદગીમાં પછી એ આપણા દર બર્થ-ડે
ઉમેરાતો જતો એક-એક આંકડો હોય કે પછી વ્યવહારમાંથી જ ગાયબ થઇ ગયેલી એક-એકની નોટ
હોય; સમય, સમાજ, કુદરત આ બધા પોતપોતાનાં કામ કર્યે જ જવાનાં, તું એને અપનાવે કે
પછી એ તને નવડાવે..Doesn’t matter..
હવે જો આવા બધા બદલાવો સાથે આપણું કોઇપણ જાતનું નેગોસીયેશન પોસીબલ ન
હોય તો આપણે આપણા પોતાનાં જ કોપી રાઇટેડ બદલાવો માર્કેટમાં કેમ ન મૂકી દઇએ?! છે ને
વિચારવા જેવી વાત..!!
અહીંયાથી આટલું લે, ત્યાંથી કંઇ જ ન લે, તો વળી ત્યાં કંઇક આપી આવ,
વળી પેલેથી ઢગલાબંધ લઇ લે; હવે આ બધા માંથી તારું કંઇક બનાવ, કંઇક નવું, જેને તું
અપનાવી શકે, બીજાને અનુસરવા પ્રેરીત કરી શકે; કેમ કે સમજીલે નાનકડી જગ્યા છે,
બિલકુલ બંધ છે, ખુલી શકે એમ નથી અને બધાનાં પેટ ખરાબ છે અને એવામાં જો તું નાકનાં
નસકોરાને આંગળીઓથી દબાવી જ રાખીશ તો તારી જાતને એમને એમ જ ગૂંગડાવી મૂકીશ..બદલાવો
આવવાનાં, તારાં પર આડી-અવડી, ઘણી ગહેરી, જેવી-તેવી એમ ઘણી જાતની અસરો છોડવાનાં તું
કેટલીક વાર નસકોરા દબાવી રાખીશ!!
પહેલાં કહ્યું એમ બદલાવ ‘ગમે તેવો’ હોય શકે છે ભૈલા..!!
‘Change is the only
constant.’