ભીનું ક્યાંક કોરું

નો હાર્ડ ફિલીંગ્ઝ.

સાચું લાગે તો માનજે બાકી કંઇ વાંધો નહીં, નો હાર્ડ ફિલીંગ્ઝ.

જિંદગી બેરંગ છે, એને કોઇ આકાર નથી, કોઇ સ્વાદ, કોઇ ગંધ નથી પણ
જિંદગીને કાંઠા છે, એમાં કંઇક ભરી શકાય છે, જિંદગી સ્પંજ જેવી છે એ શોષી શકે છે, એ
પેલી દરીયાની ભીની રેતી જેવી છે, ઢળી શકે છે.

જિંદગી-જગત-કુદરત-સંબંધો-આત્મા-બ્રહ્માંડ-સંગીત- આ બધું સરખું છે.

પોતામાં બધું સમાવી લેવાની ક્ષમતા સીવાય એની પાસે બીજું કંઇ જ નથી.

એમાં જેવો સ્વાદ ભરશો એવો ભરવા દેશે, એમાંથી જેવી સુગંધ ઇચ્છશો એવો
પમરાટ ફેલાવી દેશે.

એટલે ક્યારેય કોઇ ‘અંદર’થી જાગે અથવા ક્યાંય કોઇ કંપનીનાં સિલેક્શન
પ્રોસેસનાં ગ્રુપ ડિસ્કશનનો ટોપીક હોઇ કે ‘જિંદગીને શું મતલબ છે?’ તો કહી દે જે, ‘કંઇ
જ નહીં.’-

હા. જિંદગીને પોતાનો કોઇ મતલબ નથી. પહેલા વાત થઇ એમ જગત-કુદરત-સંબંધો-…..વગેરે-વગેરેને
પણ પોતાનો કોઇ જ મતલબ નથી. એને દેવો પડે છે.

અને અહીંયા દોસ્ત બીજા એક સવાલનો જવાબ મળી જતો દેખાય છે મને, ‘આપણા અહીંયા
હોવાનો ઉદ્દેશ-‘

આ કોરા કેનવાસને ભરવો એ જ આપણા ‘અહીંયા’ હોવાનો ઉદ્દેશ છે, આ બિલકુલ
શાંત પાણીમાં વમળો પેદા કરવા એ જ આપણું ‘અહીંયા’ હોવાનું કારણ છે.

આ ગંધરહિત જિંદગીમાં ગંધ(નોટ સ્પેસીફીકલી સુગંધ ઓર દુર્ગંધ!) ભરવી, આ બેરંગ
કુદરતને રંગીન કરવી, આ આકારવિહોણા જગતને બીબામાં ઢાળવું અને સ્વાદરહિત આત્મામાં
સ્વાદાનુસાર સબરસનો છંટકાવ કરી દેવો એ જ આપણું અહીંયા, આ સ્વરૂપે, આ સમયે, આ
દશામાં હોવાનું યથાર્થ ઠેરવે છે.

(હાલમાં મારી પ્રોફેશનલ અને પર્શનલ જિંદગીમાં થતા અનુભવો, કાલે
ડાઉનલોડ કરેલી અને આજે અધુરી જોયેલી એક વિડીયો ક્લીપ અને એજ રીતે કાલે ડાઉનલોડ
કરેલું અને આજે પુરૂં જોયેલું ‘Beginners’ મુવી પરથી ઇન્સપાયર્ડ)