સાદું-સીધું

પછી…પછી શું થયું દાદા!!

થ્રી ઇડીયટ્સ મૂવીમાં આમીર એમ કે છે કે, ક્યારેય કોઇ મૂસીબતમાં આવો
એટલે દિલ પર હાથ રાખીને પોતાને કહો કે ‘આલ ઇઝ વેલ’ તો શર્મન એને સામું પૂછે છે કે,
શું આમ કરવાથી મૂસીબત દૂર થઇ જાય છે? તો આમીર હસતાં-હસતાં જવાબ આપે છે કે, ના,
મૂસીબત દૂર તો નથી થઇ જતી પણ એને જેલવાની, એનો સામનો કરવાની તાકાત આવી જાય છે…
મને ખબર છે કે ઘણા એમ વિચારતાં હોય છે અને કહેતાં પણ હોય છે કે આવું
ઘેલું-ઘેલું, ખાધું-પીધું ને રાજ કર્યું જેવું લખી લેવાથી શું વળી જવાનું છે સાચી લાઇફ
આવી મીઠી-મધૂરી નથી, લીવ હેપીલી એવર આફ્ટૅરના વોલપેપર ખાલી લેપટોપમાં જ સારા લાગે…
સો, માય ફ્રેન્ડ ધેટ્સ ધ પોઇન્ટ..જો હું તને એક ઉદાહરણ આપું; તું
ક્યારેય ગિરનાર કે વૈષ્ણોદેવી ચડ્યો હશે ને તો તને ખબર હશે કે પોણે સુધી ચડ્યા પછી
સામે દેખાતું એક-એક પગથીયું તને એક ડુંગર સમાન લાગતું જતું હોય ત્યારે નજીકનાં
પથ્થરનો ટેકો-ટેકો લેતાં ખભ્ભા પરના નેપકીનથી કપાળનો પરસેવો લૂછતાં-લૂછતાં સામેથી
ઉતરતાં કોઇકને પૂછીશ કે હજી કેટલું છે ત્યારે એ નાનકડી મૂસ્કાન સાથે એકદમ આરામથી
કહેશે કે, બસા આ રહ્યું, આ જો સામે દેખાય એ ટૂંક ચડો એટલે સામે જ મંદિર દેખાશે..
તારા મોં પર ચમક આવી જશે, પેલો હાથમાં લીધેલું નેપકીન ફરી ખભ્ભે
પહોંચી જશે અને પથ્થર પર પૂરેપૂરું નમી ગયેલું શરીર ફરીથી ટટ્ટાર થઇ જશે અને પગમાં
જાણે કે અજબની ઝડપ આવી જશે..એક ટૂંક, બે ટૂંક, ત્રણ ટૂંક છતાં મંદિર દૂર-દૂર સુધે
ન દેખાય એટલે ફરી નજીકનાં પથ્થરને ટેકો લેવાની ઇચ્છા થઇ આવશે..
જિંદગી સહેલી નથી, પર્વત ચડવો સહેલો નથી પણ ખાધું-પીધુંને રાજ કર્યું
જેવાં લખાણ કે પછી ‘આ સામેની ટૂંક ચડો એટલે મંદિર…’ જેવી ઘેલી-ઘેલી વાતો આપણને
ફરીથી મેદાનમાં આવવાનું તાન ચડાવી જતાં હોય તો મને નથી લાગતું કે, ‘And
They Lived Happily Ever After’નાં વોલપપર
લેપટોપમાંથી નીકળીને આપણી વોલ પર કે આપણી લાઇફ પર છવાય જાય એમાં કોઇ જ વાંધો ન હોય..