ભીનું ક્યાંક કોરું

-પાછો-પાછી-પાછું-

પાછો હારીશ, પાછી
સીવવી અઘરી પડશે, પાછી દૂમ દબાશે, પાછો પરસેવો થશે, પાછો પસ્તાવો થશે, પાછું તેલ
રેડાશે, પાછું રાતુંચોળ મોં ગુસ્સાથી ફાટોફાટ હશે…
ગમે તે કરીલે આ બધું
પાછું થવાનું; ઘણી વખત અકબર-બીરબલની વાર્તામાં સાંભળ્યું છે એમ ‘યે વક્તભી બીત
જાયેગા.’ સારો હશે તો થોડો વધું ફટાફટ અને ખરાબ હશે તો કદાચ કાચબાની ઝડપે પણ વીતી
જશે.
પાછું એવું કંઇક થશે
જે તને હતો ત્યાંને ત્યાં લાવી દેશે, જે પેલા કરી લીધું છે એ ફરીથી કરાવશે.
એક્ચ્યુઅલી આમા કંઇ
જ અજુગતું નથી; વિચારીએતો આ બસ એક જાતનો ક્રમ છે ગૂ પર માખી જેવો અને સીંગ સંગ
સાકી જેવો. આમાં કંઇ કરવા જવું હોય તો સમય જોઇએ અને જે આપણી પાસે બિલકુલ નથી,
સાલમાં આપણને પહેલી વાર વીંટાળતી નર્સથી લઇને ત્રીજા એટેક વખતે સ્ટ્રેચર સાથે
બાટલાનો પેલો દંડીકો લઇને સાથે ભાગતી નર્સને લાઇન મારવા સુધીનો ‘રંગીન’ સમય માણ્યો
હોય એમ માનીયે તો પણ 100 વર્ષ; ડેફીનેટલી ઓછો છે, ઘણો જ ઓછો તો એમાં વળી આ, ‘સુખ
પછી દુ:ખ શું કામ આવે છે?’ જેવા તગડા, ભારેખમ ટોપીક પર વિચારીને એને ટાળવાનાં દસ મુદ્દાઓ
શોધી કાઢવા કરતાં કંઇક બીજું કરીએ તો..?!?
બીજું એટલે રોકેટ
સાઇન્સ નહીં પણ કોમન સેન્સ..તને અને મને ખબર છે કે લફડા પાછા થવાની, પાછા ભાઠે
ભરાવાનાં, પાછી મગજનાં લીંબુ ચુસાવાનાં તો પછી જ્યારે આવું કશું નથી થયું હોતું
અથવા બીજી ભાષામાં કહું તો હજું હમણાં જ આવું કંઇક થઇ ગયું અને કદાચ હમણા થોડા વખત
પછી આવું કશું અગેઇન થવાનું છે એ વચ્ચેનો ગાળો જે ગાળો છે એને ચસચસાવીને ચાટી જા..
જ્યાં-જ્યાંથી
જ્યારે પણ જલસા કરવાનાં, હસવાનાં, હળવું થવાનાં મોકા મળે તો એને ફીલ્ટર સીગરેટનો
કસ ખેંચતો હોય એમ અંદર ભરી લે. હસીને, આનંદ કરીને, કૂદીને થોડી મજા આવી તો પછી
બીજાને હસાવીને, મોજડી કરાવીને જોઇ જો, થોડી વધારાની મજા લઇ જો.
કંઇ જ નહીં તો આવનારી
મુસીબતોને યાદ કરીને ભરપેટ આજની, આ ‘બીનટેનસની’ મોમેન્ટને માણી લે.. આ બધું જ
કરીને એકવાર ધરાય જો અને પછી જો જે પેલી આવનારી મુશ્કીલોને તું કેવીરીતે ટેકલ કરે
છે; ના..ના..તને એમ કે તું દિલફેક દિલેરીથી ચમનીયા ઉડાવીશ એટલી પછી મુસીબતો નહીં
આવે? તું વહેમમાં છે દોસ્ત..મુસીબતો, ડખ્ખાઓ આવ્યે જ રાખશે પણ તને એ બધું પછી પેલી
મીઠી શેરડી જેવું લાગવા માંડશે, તને હવે પેલા વારેવારે બહાર ફેંકવા પડતા કૂચ્ચાઓ
અને દાત વચ્ચે ભરાય જતા રેસાઓ કરતાં ધીમે-ધીમે ગળે ઉતરતો જતો અને અંદર હલકી-હલકી,
મીઠી-મધુરી ઠંડક પ્રસરાવતો જતો રસ વધારે ધ્યાનઆકર્ષક લાગવા લાગ્યો હશે, તને એ
સમજાવા લાગ્યું હશે કે બ્લેડને ગાલે ફેરવવાનાં રીસ્ક અને આફ્ટર સેવ લોશનની જલનને
એક જ કીસ વસૂલી જશે…