શેખચલ્લીનું એઠું

પાણી આપીશને, પણ કાલે..

વધારે જૂની વાત નથી, તને કહું ને તો ગયા અઠવાડીયામાં જ એ બન્યું હતું,
ખબર છે મેં બાલકનીમાંથી પેલા બે ગાદલાને પડતાં મૂકેલાં, આવી ગયું ને યાદ..! હવે
ગાદલાતો ત્યાં ઉપરથી નીચે પધરાવી દીધા અને એ ગાદલાંને ઉપરથી છેકથી ઉંચકીને નીચે લઇ
આવવાની મહેનત બચી એની ખુશીમાં હાથ હલાવતો-હલાવતો નીચે ઉતરતો હતો ત્યાં કોઇકનાં
કણસવાનો અવાજ આવ્યો.
મેં આમ-તેમ નજર ઘૂમાવી, શેરીમાં, બાજુનાં ફળીયામાં, એની બાજુનાં
ફળીયામાં કોઇ દેખાયું નહીં એટલે મને થયું મને કંઇક ભ્રમ થયો હશે. હું ફરીથી મારી
ધૂનમાં પગથીયા ઉતરવા લાગ્યો. જેવો છેલ્લા બે પગથીયા એકસાથે કૂદીને ફળીયામાં આવ્યો
એવો મને ફરીથી એવો જ અવાજ સંભળાયો. હવે કીધું પાક્કું કોઇક નો અવાજ તો છે જ, હું
જાપો ઉઘાડીને બહાર ચક્કર મારી આવ્યો પણ સાલ્લું કોઇ દેખાય નહીં. આ વખતે તો કોઇ
શંકા જ ન હતી એટલે કોઇને ન જોઇ મારા આશ્ચર્યનો પાર નહતો.
જે હોય તે, એમ વિચારીને એ નીચે પડેલા બે માંથી એક ગાદલાને ઉંચકી અંદર
મૂકી આવ્યો અને જેવો પાછો આવીને બીજું ગાદલું ઉંચકું કે મારી આંખો ફાટી પડી, મારા
હાથમાંથી એ થોડે સુધી ઉંચકાયેલું ગાદલું ફરીથી ધબ.. દઇને નીચે પડી ગયું અને એ
પડતાંની સાથે જ એમ મોટી ચિત્કારનો અવાજ ‘આ…’ મારા કાનની સોંસરવો નીકળી ગયો.
મેં બીતા-બીતા એ ગાદલાને ફરીથી ઉંચક્યું અને નીચે જે જોયું એનાથી મારી
પરિસ્થિતિ જાણે કે મીણનું પૂતળું જોઇ લો, હું બિલકુલ અવાચક થઇ ગયો, હતપ્રભ,
આશ્ચર્ય ચકિત, ખૂલ્લું મોં, આંખો પહોળી….
પૂછ તો ખરા કે શું જોયું તે? નેનો હાથી જોયો અલ્યા? ના, ભૈ’સાબ ના! અરે
તને કહીશ તો તું પણ નહીં માને અને તારું પણ બધું પહોળું થઇ જશે..આંખ, મોં…
કહીં દઉં શું જોયું ઓર કોને જોયું?? હવે વધારે ભાવ ખાવાનું બંધ કરીને
કહેવું હોય કે નહીં તો આઘો જા અને હવા આવવા દે..ના, ના! કહું છું ભાઇ, કહું છું…
એ હતો, ‘ગુરુત્વાકર્ષણ’; કોણ હતું???? હા, હવે આવ્યો ને લાઇન પર, ફાટી
ગયું ને બધું..પૂછવું પડ્યું ને ફરીથી કે કોણ???? તો લે બીજી વાર ફરીથી કહું..એ
આપણો ‘ગુરુત્વાકર્ષણ’ હતો.
મને કહે, ‘હજી એકવાર જો આ ગાદલું તેં મારી ઉપર પાડ્યું છે ને તો મારા
હાલ –બેહાલ થઇ જવાના છે, તું લઇ લે આને મારા પરથી ઝડપથી..’ મેં એ ગાદલું એના પરથી
હટાવી ફળીયા પરનાં જુલા પર મૂક્યું અને માથાને જરા ઝાપટી અંદરનાં મગજની હાજરી પૂરી
કે ક્યાંક ફ્રીજ-બ્રીજમાં તો નથી રહી ગયું ને…!
‘પણ અલ્યા, તું અહીં આ ગાદલા નીચે દબાય ક્યાંથી ગયું?’, થોડી માનસીક
સ્વસ્થતાં મેળવીને મેં એને પૂછ્યું. એ તો જાણે કે રાતુંચોળ થઇ ગયું, ‘અરે, તું
માણસ છો કે કોણ છો, મારા પણ ત્રણ-ત્રણ વખત આ પાણા જેવા ગાદલાનાં ઘાનો મેથીપાક ખવડાવીને
પણ ધરાણો નથી કે હજી પણ પાણી-બાણીનું પૂછ્યા પહેલાં જ આવા વાહિયાત સવાલો પૂછીને મગજની
મેથી મારવાનું ચાલું રાખ્યું છે!’
હું તરત દોડતો અંદર ગયો અને ફ્રીજમાંથી એક સીસો ઉપાડ્યો…