સાદું-સીધું

‘પ્રાર્થના કરી તેં, બેટા?’

રોજ સવારે ભગવાનને
પ્રાર્થના કરવાની, કંઇક નવું કામ કરતાં પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક
જોઇતું હોય, શેનાકથી ડરતાં હોઇએ તો ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક દુખતું હોય તો
ભગવાનને પ્રાર્થના કરવાની, કંઇક ન સમજાતું હોય-ન આવડતું હોય તો ભગવાનને પ્રાર્થના
કરવાની…
કોઇ દિવસ એવો સવાલ
થયો કે આ પ્રાર્થના છે શું?? ના, હું એના શબ્દાર્થની નહીં પણ ભાવાર્થની વાત કરું
છું, એમ તો ‘ઘીનાં ઠામમાં ઘી ભળ્યું’ નો અર્થ પણ કંઇક વિચિત્ર થાય પણ એ એનો
શબ્દાર્થ થશે, સાચી ભાષાની સમજ માટે જો ઉપયોગી થશે એનો ભાવાર્થ..તો આવી રીતે
પ્રાર્થનાનો ભાવાર્થ, ઉપર લખેલાં એનાં અમુક ‘એપ્લીકેશન ઝોન’ પરથી તને શું લાગે છે
પ્રાર્થનાનો ભાવાર્થ શું હોવો જોઇએ?
લે હું
કહું..પ્રાર્થના એટલે છટકબારી. લે, મને ઉદાહરણ લઇને જ વાત શરૂ કરું; હમણાનાં
ઉત્તરાખંડનાં પ્રોબલેમની તો ખબર જ હશે તને, તો હું શું કરું, ભગવાન સામે હાથ જોડી,
માથું નમાવી, બોલું, ‘હે મહાદેવ! તારા દર્શને આવેલાનું જરાક ધ્યાન રાખજે, હવે આમ
પણ થવાનું હતું એ થયું પણ વધારે વરસાદ વરસાવીને એમની પરીક્ષા વધારે ન કરીશ..બધાનું
ધ્યાન રાખજે..!’
આંખો ખોલી, જોડેલા
હાથને છુટ્ટા કરી, એને હલાવતો-હલાવતો, જાણે મેં બધા માટે શુંયે મોટું કામ કરી
લીધાનાં સંતોષની મુસ્કાન સાથે મંદિરમાંથી નીકળી બધું ભૂલી જઉં…
તને ખબર છે કંઇ પણ
ક્યારે થાય, શેનાક પ્રત્યે અસંતોષ હોય ત્યારે.. આના વિશે પછી ક્યારેક લખીશ પણ
અત્યારે એક લીટીમાં કહું તો તું પૈસા કમાવા ત્યારે જઇશ જ્યારે તને તારી પાસે છે
એનાથી અસંતોષ હશે, સોફ્ટવેરનાં જૂનાં વર્ઝન અને કારનાં જૂનાં મોડલોનાં અમૂક ફિચર
માટે ડેવલપર્સનાં અસંતોષને લીધે એમાં નવીનતાં આવતી રહે છે..જ્યારે અહીંયા શું
થયું?; મને તો સંતોષ થઇ ગયો, મેં તો ‘પ્રાર્થનાં’ કરી દીધી, હવે એ લોકો, એમની
પરિસ્થિતિ અને એમને આવી પરિસ્થિતિમાં મૂકનારો ભગવાન જાણે, મેં મારાથી થતું હતું
એટલું કરી લીધું…!
પણ શું આ સાચી વાત
છે? ના, હું આ સિવાય ઘણું કરી શકું એમ છું, હું ત્યાં જઇને લોકોની મદદ કરી શું એમ
છું, હું બીજાઓ પાસેથી ત્યાં જરૂરી સામગ્રી એકત્ર કરીને એમને ત્યાં સુધી પહોંચતી
કરવાની જવાબદારી લઇ શકું એમ છું, કંઇ નહીં તો હું અહીંથી એમને પહોંચતી રાહત
સામગ્રીમાં મારો ફાળો આપી શકું એમ છું, પણ એ બધું ક્યારે થશે કે જ્યારે મને એમનાં
માટે કંઇ ન કર્યા અસંતોષ હશે..!
તું અને હું આપણે આ
‘ભગવાન’, ‘પ્રાર્થના’, ‘આસ્થા’નાં વાતાવરણમાં ઉછર્યા છીએ એટલે એનાથી સાવ ભાગવું
આપણા માટે થોડું કપરું થઇ પડશે અથવા એથી પણ ખરાબ, ‘ઓહ! માય ગોડ!’ માં અક્ષયકુમાર
કે છે એમ આપણ એકથી ભાગીને કોઇ બીજાને આપણા ભગવાન બનાવી લઇશું, એનામાં આસ્થા રાખતા
થઇ જઇશું, એની પ્રાર્થનાં કરતાં થઇ જઇશું, આ બધાં કરતાં બેસ્ટ છે કે આવી બધી
‘છટકબારીઓ’ અને ‘શોર્ટકટો’ને આપણી જવાબદારી અને સમજથી અડગા રાખતાં શીખીએ..