થોડું કડછું

રફુ કરવાનાં એક્સ્ટ્રા થશે.

તારી ઉપર મારા સો રૂપિયા ઉધાર છે, ઘોંચું! યાદ રાખજે!!
સાલ્લું ઓફીસમાં ત્રણ જાતનાં લેન કનેક્શન, બે જાતના વાઇ-ફાઇ રાઉટર એમ
ટોટલ પાંચ જાતના ઇન્ટરનેટ કનેક્શનની બોછાર હોવાં છતાં મારે આજે આ 95 રૂપિયાનું એક
જીબીવાળું મહિનાની વેલીડીટીવાળું ડોકોમોનું રીચાર્જ કરાવવું પડ્યું બોલ, કોના
માટે? તો’કે તારા માટે.
પાછું આવું પૂછતાં પણ શરમતો નથી કે, ‘મારા માટે કેવી રીતે?’ પણ હવે
જ્યારે આવું તે મને પૂછી જ લીધું છે તો એનો જવાબ પણ સાંભળીલે બેશરમ. જો હું આ 95
રૂપિયા ન દેત તો શું ડોકોમોવાળો મારો સસરો થાય છે કે મને ફ્રી ઇન્ટરનેટ આપે, અને
જો આ કનેક્શન ન લઉં તો આ લખેલી પોસ્ટોને બ્લોગર પર શું ફૂંકો મારીને અપલોડ કરું,
અને જો આ પોસ્ટો અપલોડ ન થાય તો તારા જેવા એકની એક ઘરેડમાં જીવતાં એક ડઠ્ઠર
યંત્રમાનવમાં કંઇક ‘અંદર’નું કેવી રીતે જાગી શક્યું હોત.
ઇનશોર્ટ તારી મને હવેથી દર મહિને સો રૂપિયા મોકલાવી દેવાનાં રહેશે અને
ભાવ વધારો પણ લાગુ રહેશે.
પેશનના મિત્ર ક્યારેય ભાવ ન બોલાય, અમુક વસ્તુંનાં મોલ ન હોય, પૈસાને
માટે જ બધું નથી થતું હોતું.
ઘણી વખત સાંભળ્યું હશે કે, ‘જ્યારે શોખ અને તમારો પેશન તમારા માટે
તમારું કામ બની જાય ત્યારે પછી એ કામ, કામ નથી લાગતું, એને કરવામાં જરાય કંટાળો
નથી આવતો.’ પણ મારી વાત કરું તો હું આ વાત સાથે સહમત નથી. કેમ કે અત્યાર સુધીનાં
મારા અનુભવથી મને એવું લાગે છે કે જ્યારે શેમાંય પૈસાની વાત ઘૂસે છે ત્યાં
કોમ્પ્રોમાઇઝ થવાનાં ચાલું થઇ જાય છે, પૈસા આપનારની સગવડતા, જરૂરીયાત અને ઇચ્છા
મુજબ નાના અને ધીમે-ધીમે કરતાં મોટા ફેરફારો થવા લાગે છે.
એટલે જ કહું છું કે તને ગમતાં અને તારા પસંદના ફિલ્ડમાં બને તો પૈસાની
વાત ન ઘૂસેડવી પડે એની તકેદારી રાખજે. મારી વાત કરું તો, મારું ગમતું કામ મારી
જાતને વ્યક્ત કરવાનું છે અને એનાં માટે મેં પસંદ કરેલો રસ્તો લખાણ છે તો એ હંમેશા
હું મારી શરતોએ, મારી સગવડતાંએ, મારી જરૂરીયાત મુજબ અને મારી ઇચ્છા મુજબ જ કરવાનું
પસંદ કરીશ. અને મારા આ ‘વિયુક્ત’ પર કોઇતો મને કહી જાય કે દેવાંગ આ લખીશ માં અને આ
લખજે; એની માં ની નાની યાદ કરાવી દઉં.
મારા ‘વિયુક્ત’ પર મારું રાજ છે અને મારા રાજનો હું ચક્રવર્તી રાજવી
છું.
એક વખત તારું ગમતું છડે ચોક, વિના કંઇની લાલચે, ફક્ત પોતાના સંતોષ ખાતર
કરી તો જો; તને અને તારા એ ગમતાં કામને પોતાનું ગમતું કરી લેનારા મસ્ત-મજાનાં(તારા
જેવા!) લોકોની કમી નહીં રહે. જોને મને પણ ક્યાં કમી પડી છે તારા જેવા લોકોની!
મેં જેવું મારી જાતને મજા આપનારું કામ દિલથી કરવાનું શરૂ કર્યું એવો
તું મને પ્રોત્સાહન આપવા પહોંચી ગયો!! વાત માન કે ન એતો તારા પર છે પણ અત્યાર સુધી
કોઇએ મને એમ નથી કહ્યું કે ભઇલા પેલા શબ્દમાં તારી જોડણીની ભૂલ રહી ગઇ હતી.. કેમ
કે, તને ખબર છે કે અહીં રશ્વ, દિર્ઘ, રશ્વાવાળું, દિર્ઘાવાળું, અનુશ્વાર,
અલ્પવિરામ, આશ્ચર્યચિહ્ન કે પશ્નાર્થચિહ્ન ક્યારેય મહત્વનાં નથી રહ્યા, અહીં જો
કંઇ મહત્વનું છે તો એ છે વ્યક્ત થવું, શબ્દોનાં એ રંગબેરંગી રંગોથી કાગળ પર ખૂદની
છબી ઉપસાવવી..
આતો વ્હાલા હું હતો…તું??