સપ્તરંગી

રામ આવશે.

‘તને વળી કેમ ખબર?’, ‘જાણે પોતે મોટો પંડીત થઇ ગયો!’, ‘MBA  નહીં તો વળી—મને બધું આવડે..’
આમાંથી તું મને જે કહે એ પણ મને ખબર છે કે જિંદગી કઇ રીતે જીવાય..મને
ખબર છે કે એના રસનાં કતરે-કતરાને કેમ ચૂંસાય..મને ખબર છે કે કેમ હસાય અને
હસાવાય..!!હા ખરેખર..!
ચાલ તારે હિસાબી થવું છે ને તો હિસાબની વાત કરીએ..શું કેસ..કેટલા
ટાઇપની જિંદગી હોય?- તો કે’ બે..મજાની જિંદગી અને લબાડ જિંદગી. તો હવે આપણો જૂનો
સવાલ..કયા બેઇઝ પરથી બાફ્યું કે આ બે?- તો કે’ એક મીટરની રીડીંગ પરથી. જિંદગીનો
ટાઇપ જાણવા માટેનું મીટર?- તો કે’ હા..એવું વળી કયું મીટર?- તો કે’ ‘જલસા’મીટર, તે
જિંદગીમાં જેટલા વધું જલસા કર્યા એટલી તારી જિંદગીનો ગ્રાફ ‘મજાની જિંદગી’ની
એક્ષીસ તરફ લંબાસે અને જેટલા મરસીયા ગાયા, ગામની ચોવટો ડોળી, ડફોળવેળામાં ટાઇમપાસ
કર્યો એટલી તારી જિંદગીનો ગ્રાફ ‘લબાદ જિંદગી’ની એક્ષીસ તરફ લંબાતો જશે..
તો હવે નવો સવાલ કે આ જલસા એટલે વળી ઝીબ્રાનાં કાબરચીતરા
ચટ્ટા-પટ્ટાનો કેટલામો વ્હાઇટ સ્ટ્રાઇપ?- તો કે, આમાં માપ-તોલ-ગણતરી-ફણતરી ન હોય,
આમાં સેહ-શરમ ન હોય, આમાં લેહ-લદાખ ન હોય જલસા બસ જલસા હોય. એ ક્યાંયથી આવે નહીં,
એ ક્યાંય મળે નહીં, એ ક્યાંય ખોવાય નહીં એ બસ ઉલેચી લેવાનાં હોય..અંદરથી..
જિંદગીનું ડ્રાયફ્રુટ ચેવડાનાં પેલા કાજુ જેવું છે, જ્યાં સુધી ચેવડો ખવાતો
રહેશે, હલતો-હલાવાતો રહેશે ત્યાં સુધી બધા ડબ્બામાં અંદર-અંદરથી કાજુનાં બટકા
ગોતી-ગોતીને ખાતા જશે; પણ જેવો ડબ્બો થોડા દિવસ અડ્યા વિનાનો પડ્યો રહ્યો કે પેલા
એ જ કાજુ કે જેની ભારે માંગ હતી એનાં જ ખોરા થઇ જવાને લીધે બિચારા પેલા ચેવડાને પણ
કોઇ નહીં ખાય..
એક દિવસ ટ્રાય કરીજો..ગણતરી મૂકી દે, બસ દિલથી કોઇ સાથે વાત કર, દિલથી
કોઇ કામ કર, દિલથી હળવો થઇ જા, પેલી ઇમેજીનેરી લક્ષ્મણ રેખા ઓળંગ, હરણ થવા દે ખૂદનું…વિશ્વાસ
રાખ અને…
ઓળંગ ‘એ’ લક્ષ્મણ રેખા;
મારું માન, રામ જરૂર આવશે-