ધક્કો મારશે

Royalties..

I am
sure, ઘણી વખત તું પણ મારી જેમ ચક્રી ખાય જતો હોઇશ
જ્યારે વાંચતો કે સાંભળતો હોઇશ કે ફલાણા આર્ટીસ્ટનું પેઇન્ટીંગ આટલા મીલીયન ડોલરમાં
ઓક્શન થયું કે ફલાણી વાઇનની બોટલ આટલા યુરોમાં ઓક્શન થઇ કે પછી ફલાણી બ્રાન્ડની
ઘડીયાલ કે ફલાણી બ્રાન્ડની કાર આટલા મીલીયનમાં લેવા લોકોની લાઇનો લાગી છે કે પછી
ફલાણા એક્ટર્શ સાથે જ કામ કરવાની જીદને લીધે ડીરેક્ટરે પોતાની મુવી ત્રણ વર્ષ પાછળ
ઠેલાવી..
મેં વિચાર્યું કે આ ‘ફલાણા’ની પાછળ લોકોનું આટલા ગાંડા હોવાનું કારણ
શું હોઇ શકે? હવે સમજો કે 1927 ની ‘આ’ વાઇન લઇલો કે ‘પેલી’ વાઇન લઇલો શું ફેર પડે?
રોલ્સ લઇલો કે પછી GMC લઇલો ફરક શું પડે? બ્રેડલી
કૂપર લઇલો કે પછી ડેનીયલ ડે-લુઇસ લઇલો ફેર શું પડે? ઓમેગા લઇલો કે પછી Louis
Cartier (ગુજરાતીમાં આને કેમ લખાય મને નથી આવડતું; યુ
નો, ઇટ્સ ફ્રેંચ, Monsieur!) લઇલો શું ફરક
પડે?
હવે જો આ ફરક કે ફેર જાણવો હોય તો એનાં માટે આપણે સ્ટીવન સ્પીલબર્ગ
પાસે જવું પડે, હા એ જ સ્ટાર વોર્સ અને જુરાસીક પાર્કવાળા સ્ટીવન; એમણે હમણા 2012માં
એક મુવી બનાવી ‘લિંકન’, ઓસ્કારમાં થોડી ચર્ચામાં હતી, એ મુવીનાં લીડ એક્ટરને બેસ્ટ
એક્ટર તરીકેનો ઓસ્કાર મળ્યો. એ હસ્તી હતી, અત્યાર સુધીમાં સૌથી વધું, ત્રણ, વખત
લીડ એક્ટરનો ઓસ્કાર જીતનાર ડેનીયલ ડે-લુઇસ. હવે એમની સાથે કામ કરવા સ્ટીવને અમુક સમય
માટે પોતાની ફિલ્મ પાછળ ઠેલી…!!
તો હવે આપણે એમને પૂછવાનું કે બીજા કોઇને લઇને મુવી બનાવી હોત તો શું
ફેર પડી જાત ભૈ તમને?!
The
kiss by Gustav Klimt, La Sagrada Familia by Antoni
Gaudí, the starry night by Vincent Van gogh, lenardo da vinci, Perfume(movie)..
આ ઉપર લખેલા મુદ્દાઓમાં જે ગુણ છે એનો ફરક પડે છે…અને એ છે પેશન..
જો કે તું જો આ ઉપર લખેલા પોઇન્ટ્સમાંથી અમુક જાણતો હોઇશ કે પછી જો
અત્યારે એ વાંચીને ગુગલમાં સર્ચ કર્યું હશે તો માનીશ કે અહીં ‘પેશન’ શબ્દ જરાક ટૂંકો
પડશે, મારે જે હદની વાત કરવી છે એનાં માટે એ હજી જરા નમણો પડે છે, કોઇ વર્ડ ફીટ
બેસે તો એ છે ‘ઓબ્શેસન’..
કોઇ મોર્ટલ વસ્તુ, ભાવનાં કે વ્યક્તિ, મોર્ટલ મટીને ઇમમોર્ટલ ત્યારે
બને છે, એમાં પ્રાણ ત્યારે ફૂંકાય છે, એ સદાને માટે ચિરકાળ, અમર ત્યારે બને છે જ્યારે
એની સાથે કોઇ જૂનુન ભળે.
મારો ટારગેટ ખુદને સદિઓ સુધી યાદ રખાવડાવવાનો નથી, મારા નામનું ગુગલ
ડૂડલ મૂકે એવી મારી કોઇ ઇચ્છા નથી, ‘ના રે! એનાં જેવું તો આપણાથી ક્યાંથી થઇ
શકવાનું’ એવું કંઇ કરી લેવાનાં પણ મારા સપનાં નથી..
હું જે કરું એ બેફામ નિષ્ઠાથી કરું, મારામાં એ કામ કરવાની રીતસરની
ઘેલછા, ગાંડપણ, જૂનુન, ઓબ્શેન આવી જાય અને એને કર્યાનો મારી આત્માને સતત સંતોષ
મળતો રહે, like some Royalties..