વિચારતું કરશે

રુંવાટી and રક્ત..!

આપણી બીજાને કહેતા હોઇએ છીએ કે પછી બીજા
આપણને કહેતાં રહેતાં હોય છે કે પછી બીજા કોઇ બીજાઓને કહેતાં હોઇએ એ આપને સાંભળતા
હોઇએ છીએ કે પછી આપણે ખૂદ પોતાને કહેતા હોઇએ છીએ કે શિસ્તથી, સમયસર જીવન જીવાય,
સવારે વહેલું ઉઠી કસરત કરાય, રાતે વધારે મોડું ન સૂવાય, વાહન ધીમે ચલાવાય, નકામી
લતોથી દૂર રહેવાય, તીખું ન ખવાય, ચ્વીંગમ જ્યાં-ત્યાં ન ચીપકાવાય…

આવી બધી સલાહો અને નીયમોનું શું થાય છે
ખબર છે? એ આપણી અંદર જાય છે પણ આપણામાં નથી જતાં, અને તને ખબર છે એ જ વસ્તું
આપણાથી થતી હોય છે જે આપણામાં જતી રહી હોય છે.

આપણી અંદર ઘણું ભર્યું છે જઠર છે, આંતરડા
છે, પક્વાશય છે, કીડની છે, કરોડરજ્જું છે, બે મગજ છે, જાતજાતની નળીઓ અને નસો છે
આમાથી ગમે ત્યાં આવ બધા સલાહો અને નીયમો ઘૂસી શકે છે અને ત્યાં જ ક્યાંક
ખૂણા-ખાંચરામાં પડ્યા રહે છે પણ બસ પડ્યા રહે છે એનું બીજું કશું થતું નથી.

થાય છે કોનું ખબર છે? કોઇનું જો કંઇક થતું
હોય ને તો એનું કે જે આપણામાં ઉતરી જાય, આપણી રુંવાટીની નીચે અને બધી આંટા મારતાં
રહેતાં લાલ લોહીને વચ્ચે, બસ ત્યાં જે કોઇ વાત ઉતરી ગઇ એ પછી હંમેશા આપણામાં રહી જવાની.
સમજી લે ને કે એ પછી આપણી..

પણ અહીં નોટ કરવા જેવું બીજું એ કે, રુંવાટીની
નીચે અને લોહીની વચ્ચે કોઇ વાત, સલાહ, નીયમને પહોંચાડવું એ થોડું કપરું કામ છે.

કોઇને કીધે રાખ્યે કે પછી આપણા ખૂદને કીધે
રાખ્યે કંઇ થતું નથી, તારે જ્યારે કોઇ વસ્તુંનું અનુસરણ કરવું હશે તો એને તારામાં ઓગાળ
નાખવી પડશે. તારે એનો પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ કરવો પડશે. તારે એને ખુદનો એક ભાગ
બનાવવો હશે તો પહેલાં ખુદને એનો ભાગ બનાવવો પડશે. જેમ કે, તારે સીગરેટની લત છોડવી
છે તો, એ બાયડીનાં સમ દેવાથી, મમ્મીનાં રડવાથી, બોસનાં અલ્ટીમેટમથી, કે તારા
ખુદનાં રીહેબીલીટેશન સેન્ટરમાં જવાથી નહીં છૂટે. તારે કેન્સરનાં દર્દીઓની કણસો
સાંભળવી પડશી, તારે મોંનો પોણો ભાગ કઢાવી નાખીને પરાણે નક્કર ખોરાકને સદાને અલવિદા
કહીને હંમેશા બધી જ વસ્તુંની પેસ્ટને મોંમાંથી ઉતારીને પેટમાં પહોંચાડતાં લોકોને મળવું
પડશે, પેસીવ સ્મોકીંગથી તારી એ સીગરેટનાં ધૂમાડાથી તારી એ ચાર વર્ષની પરીની
જીંદગીને અત્યારથી તું કેવી રીતે બગાડી રહ્યો છે એનું ઓનલાઇન સર્ફીંગ કરવું પડશે.

આતો એક ઉદાહરણ છે બાકી ગમે તેટલી નાની વાત
હશે એ ત્યારે જ આપણાથી થશે કે જ્યારે એ આપણી અંદર ઉતરશે, પછી ભલે એ થોડા સમય માટે
જે ઉતરી હોય પણ એ આપણાથે થઇ ત્યારે જ હશે કે એ જે-તે સમયે આપણામાં ઓગળી હશે.

આ તો વાત હતી આપણામાં કોઇ વસ્તુંને,
સલાહને, નિયમને, આગ્રહને આપણામાં ઓગાળની પણ હજી બીજું કંઇક પણ છે જેને ઓગાળી શકાય
અને એ કદાચ બીજાને ખૂદમાં ઓગાળ્યા પછીનું સ્ટેજ છે…

ખૂદને બીજામાં ઓગાળવાનું…ખેર એનાં વિશે
પછી ક્યારેક…

Till than take care of what is in between રુંવાટી
and રક્ત..!