સપ્તરંગી

સમાય જવાનાં!

કોઇકે કિનારેથી આડી ફેંકેલી એક પથ્થરની છીપત્રી જેમ પાણીની સપાટી પર

જરા અમસ્તી અડકીને વડી ઉંચકી જાય એવી જ રીતે એનાં હોઠો મારા હોઠોને ચીઢવતાં જતા
હતાં.

 

મારા હોઠો પહેલાંતો થોડાં ભોઠવાયા, પછી થોડા ખીજાયા પણ ખરા, પછી
છેલ્લે વડી એને કંઇક યાદ આવી ગયું હોય એમ જરા અમસ્તી પોતાની કોર ઉંચકાવીને મલક્યાં..!

 

મને કંઇ સમજાયું નહીં કે આ શું થયું, એટલે મેં મારા હોઠને પૂછ્યું,
‘કે એલ્યા ઓ, આ શું કરો છો, પેલી બે મસ્ત મજાની ગુલાબી ગુલાબની કડીઓ પર શિયાળાની
સવારનાં ધૂમ્મ્સનાં ફોરા વેરાયા હોય એવી નમણી, કૂણી, ક્યાંક-ક્યાંક સહેજ અમસ્તી ભીની
એવી મદ-મસ્ત હોઠની જોડો તમને બંનેને ક્યારની પજવે છે, તમારી સાથે ગમ્મ્ત કરે છે
અને તમે અહીંયા તમે બંને મરક-મરક મલકો છો!?, મગજ-બગજ તો ઠેકાણે છે ને!? કે પછી આ કેફી
હોઠોની જોડનાં કાળા જાદુમાં વશ થઇને બીન પર નાચતાં કોઇ સાપની મિમીક્રી કરવાની
ઇચ્છા થઇ આવી છે?!’

 

ત્યારે મારા હોઠો એ વિના મારા તરફ નજર કર્યે જે મને કહ્યું એ સાંભળીને
હું મરકી ગયો!!

 

એમણે કહ્યું, ‘કોઇ પણ આડી ફેંકાયેલી છિપત્રી, ગમે તેટલી પાણીની સપાટી
પર ઉછળ કૂદ કરી લે, ગમે તેટલી છાલકો ઉડાવી લે, છેલ્લે તો એ રમતીયાળ, ઉછળતી-કૂદતી છિપત્રી
પાણીની અંદર જ સમાય જવાની!, એટલે આ કેફી, મદ-મસ્ત, કૂણી, નમણી, ક્યાંક-ક્યાંક સહેજ
ભીની ગુલાબી ગુલાબની કળીઓ જેવી હોઠોની જોડ ભલે અત્યારે અમને જરા અમસ્તી
અડકી-અડકીને અમારી સાથે ગમે તેટલી ગમ્મ્ત કરતી હોય, છેલ્લે તો એ અમારી અંદર જ….