ઉછાંછળું

‘સપૂત’

એ સમજી ગઇ હતી કે આનો કોઇ અંત નથી
આમ તો નાની હતી પણ આટલું તો ગઇ જાણી હતી
સાવ એવુંયે નથી;
એ મથી હતી, એણે પણ સવાલોની કરી હતી લડી
એ પણ લડી હતી, ડરીયે હતી,
એણે પણ જોવા જેવી કરી હતી, સલામોયે ભરી હતી
એણે પણ ઇરેઝર ખોયા હતા, હોરર શો પછી સપના બિહામણા
જોયા હતાં
બિલાડી અને પાણીપુરી એની વ્હાલી, રીંગણ અને યેલો
રંગથી નાસતી
રોતાં-રોતાં એ હસીયે ’તી
અચાનક ખબર નહીં ક્યાંથી એને એ સ્ટ્રીપ મળી, એને
વળી શું સૂજી!
એમાંથી એક કેપ્સ્યૂલ હજુ તો એણે શું ગળી કે પૂરી
બાજી પલટી!!
એનામાં સમજની સરવાણી ફૂટી-
એણે તો જાણે બધું જ જાણી લીધું જલદી
કંઇજ કાને ન ધરતી
શિખામણ દેતી ફરતી
‘માર્કેટમાં આની ઉંધી દવાયે ક્યાંય નથી જડતી’,
સાંભળી એની મમ્મીને મારી મમ્મી પાસે રડતી
ખબર છે, મારી મમ્મી શું બોલી?
નક્કી, તો એ સ્ટ્રીપની બાકીની નવ કેપ્સ્યૂલ મારા
આ ‘સપૂતે’ ઘર કરી!!!