પરે સાવ

સરળ

ત્યાં શું છે, ખબર છે? ના, ત્યાં હિસાબ
નથી, ત્યાં છટણી નથી, ત્યાં ભેદભાવ નથી, ત્યાં સજા નથી, ત્યાં શાબાશી નથી, ત્યાં
માફી નથી. આપણે જે સાંભળ્યું છે, આપણે જે માનતાં આવ્યા છીએ એવું નથી થતું ઉપર;
ત્યાં કોઇ જ ચોપડા નથી બનતાં, ત્યાં કોઇને મૂલવવામાં નથી આવતાં, ત્યાં કોઇ જ ભાગલા
નથી પડતાં.
‘પતા હૈ,
યહાઁ સે બહોત દૂર; ગલત ઓર સહી કે પાર,
 એક મૈદાન હૈ-
મૈ વહાઁ મિલૂંગા તૂજે’
એ પણ જો આપણી જેમ જ માપી-તોલીને વ્યવહાર
કરતો હોઇ તો પછી એનામાં અને આપણામાં ફરક શું?
પણ ના, એ આપણામાંના અમુક-તમુકને બાદ કરતાં
બધાથી પરે છે; એ એવું નથી કરતો, એ આપણી જેમ નથી વિચારતો; અરે, એ કશું જ નથી
વિચારતો!
હા, આ બિલકુલ સાચી વાત છે. કુદરત કશું જ
નથી વિચારતો, એ ગણીત નથી કરતો કે તે કેટલા પાપ કર્યા, ભૂંડા કામ કર્યા; એ કોઇ સ્કિમર
નથી કે આટલા સારા કામ પછી તને આટલી ફેસલીટી આપવામાં આવશે, કુદરત શરતોને આધીન નથી.
જો તું વિચાર શકતો હોઇ, અનુભવી શકતો હોઇ;
થોડું અઘરું છે પણ છતાં; ખૂદને એવી જગ્યામાં કલ્પી જો જ્યાં કમ્ફર્ટ પણ નથી અને
અનઇઝીનેસની ફિલીંગ પણ નથી, જ્યાં સેનાય માટે માફી પણ નથી અને સજા પણ નથી, જ્યાં સારાય
માટે લીલા ખરાની અને નરસાય માટે લાલ ખોટાની નિશાની નથી. જ્યાં તમે એકલા પણ નથી અને
બીજા બધા પણ તમે પોતે જ છો. હવે જો તું આવી જગ્યાએ પહોંચવાની કલ્પના પણ કરી શક્યો
હોઇશ તો હવે બસ તારે જરાક અમસ્તી આમથી-તેમ નજર જ ફેરવાની રહી, એ એટલામાં જ ક્યાંક
હશે.
લિનક્સ અને એન્ડ્રોઇડ તો દસકા-બે દસકાથી
હશે, પણ કુદરતતો ઓપન સોર્સનાં કનસેપ્ટને આ બધી જફાની ક્યાંય પહેલાથી અમલમાં લાગુ
પાડી ચૂક્યો છે. કુદરત પારદર્શકથી પણ વધારે પારદર્શક છે. કુદરતને મન બધા જ સરખા
છે. એની પાસે પહોંચીએ ત્યારે દોસ્ત કશું જ બાકી નથી રહેતું, બધા જ હિસાબના તાળા મળી
જાય છે, સૌ સારા વાના થઇ જાય છે, પાટી કોરી થઇ જાય છે.
કુદરત ને જો કદાચ એક શબ્દમાં વર્ણવવાનું
થાય તો એ હશે- ‘સરળ’; કુદરત સરળ છે.