આવું હોતા હશે, હંહ!

સારો બન.

આંધળાને રસ્તો ક્રોસ કરાવ, ફૂટપાથ પર ચાલતાં-ચાલતાં
કેળું ખાધા પછી છાલને દસ ડગલા પછી આવતી કચરો ટોપલીમાં નાખ, ટાઇમ ટુ ટાઇમ પી.યુ.સી.
કઢાવ, રાતે સૂતી વખતે બ્રશ કર, હોસ્પીટલ પાસે હોર્ન ન વગાડ…


લીસ્ટમાં હજી ઢગલો આઇટ્મ્સ એડ થતી જાય એમ છે નો ડાઉટ…પણ વાત જો ‘સારા’ હોવા
માટેનાં જો તારા મગજમાં આવા ખયાલો છે તો તારા મગજમાં ‘સારા’ ની વ્યાખ્યા થોડી
અધકચરી છે.

કોઇને
જજ કરમાં, જે કંઇ કર એમાંથી પેશનનો પારો ઉછળીને બહાર આવવો જોઇએ, ઇન્ટેશનલી નડમાં
બીજાને, તારા પછીના માટે વધાર અને ઓફકોર્સ નજીક જતો હોય તો સ્કુટરનાં સેલ્ફ મારવા
કરતાં ચાલવાનું રાખ…


લીસ્ટમાં પણ હજી ઢગલો આઇટ્મ્સ એડ થતી જાય એમ છે પણ as I said, I am not going to judge you, ‘સારા’ હોવા માટેનાં તારા મગજમાં જે ખયાલો હોય એ
મુદ્દાની વાત એ છે કે તું એનાથી સંતુષ્ઠ છો? હા?- than all other things are bullshit, but ના? તો લીસ્ટમાં એવું ઉમેર જે તારી નજરમાં તારો ગ્રાફ
વધારે ઉંચકી શકે, કેમ કે જ્યારે તું પોતે તારા માટે, ‘હું સારો છું’ એમ નહીં માની
શકે ત્યાં સુધી બધું જ નકામું.


પધ્ધતિમાં પણ ન ફાવે તો તારા મગજનાં ‘સારા’ હોવાનાં ખયાલોમાં બદલાવ લાવ અને એને
અનુરૂપ સારો બન, ખૂદ પાસેથી જ્યાં સુધી તારા સારા હોવાનું સર્ટીફીકેટ ન મડે ત્યાં
સુધી મચેલો રહે; ટ્રસ્ટ મી..મડશે. અને એક વખત જ્યારે આ સર્ટીફીકેટ મડે પછી તો બસ આ
સારપ બહારની બાજું ફેલાવવાની જ રહી.

દોસ્ત,
સારું હોવું એ ખરેખર સારી બાબત છે.

but beware, બે માણસની વચ્ચે ક્યારેય મોટેથી ફાર્ટ નહીં કરવાનું,
ઇરેઝરને એ વપરાતું-વપરાતું હાથમાં પકડી ન શકાય ત્યાં સુધી સાચવી-સાચવીને વાપરવું,
કોઇનાં ઓબ્લીગેશન નીચે ન આવવાં માટે એણે આપેલી ‘બ્રાઉની પાર્ટી’માં ન જવું…

હવે જો
તારા મગજમાં ‘સારા’ હોવાનાં ખયાલોમાં આમાંથી કોઇ હશે તો તું ક્યારેય તારા માટે
તારી અંદરથી ‘સારા’ હોવાનું સર્ટી નથી પામી શકવાનો..હા..હા..હા..