જુદું કંઇક

સાતેક ટકા.

આને કોઇ ‘યુઝર ગાઇડ’ નથી, આને કોઇ ‘સ્ટેપ્સ ટુ ફોલો’ નથી, આને કોઇ
ડ્રાય એન્ડ કોલ્ડ જગ્યાએ જ સ્ટોર કરી રાખવાની નથી, આને ડી.સી. જ કરવાની અને ઘરે
ધોવાની મનાઇ નથી…માય ફ્રેન્ડ આ જિંદગી છે અને એને જો કંઇ છે તો એ છે વહેણ,
હળવું-હલવું-ધીમું-એકધારું…વહેણ…
આ જિંદગીનું વહેણ તને અને મને એની સાથે વહેવડાવવાનું, એની ગતિથી, એની
દિશામાં, એનાં વણાંકો અને એનાં ઉતારો-ચઢાવોમાં આપણને સાથે લઇ જવાનું. તો તારે અને
મારે શું કરવાનું??
કંઇ નહીં..as simple as that..કંઇ જ નહીં
કરવાનું; એની સાથે વહેવાનું, ખૂદને બિલકુલ ફોરા બનાવી એના પર મૂકી દેવાનાં, એની
સાથે ધબ્ કરતું નીચે પટકાવાનું, એની સાથે હૂપ્ કરતું ઉંચે ઉછળી જવાનું, એની સાથે
હડ્પ્ કરતું વળી જવાનું, હસવાનું, હલવાનું, જીરવવાનું, જીવવાનું..
ઘણું કરવા જેવું છે દોસ્ત ઘણું… ઘણું ખેડવા જેવું છે, ઘણું જાણવા જેવું
છે, ઘણું વિચારવા જેવું છે. વધારે કંઇ નહીં પણ સામાન્ય બુધ્ધિ વાપરીએ તો પણ લાગશે
કે, મેમોથ, સેબરટુથ, ડાયનોસોર, લુપ્ત થઇ ગયા; સિંહ, ચિત્તા, વ્હેલ, ગીધડા, વચ્ચે
આપણી ટકી ગયા તો કંઇક તો દમ છે આપણામાં અને કોઇકની તો કૂણી નજર છે આપણા પર.. તો
પછી આ બધાનો લાભ લેવાની આપણી ફરજ બને છે.
વધારે સૂવાનું ઓછું કરી દે, સોશ્યલ નેટવર્ક પર ખૂબ વધારે ખપાવતો હોય
તો એ થોડું ઘટાડ, સતત ટીવી જ જોયા કરવાનું રહેવા દે એટલે નહીં કે મમ્મીઓ આવું
કહેતી રહેતી હોય છે પણ એટલે કે આ બધામાંથી જે કંઇ બચ્યું કે કોઇક આઉટ ઓફ બોક્સ,
કદી ન કર્યું હોય અને કદી કરવાનું વિચાર્યું પણ ન હોય એવું કંઇ કરવા તરફ ટ્રાન્સફર
કર; આવું કરવામાં તું કંઇ કરતાં કંઇ જ ઉકાળી ન શકે તો પણ આમાં કંઇ નુકશાન નહીં હોય
કેમ કે એકતો તે કંઇક એવું એટેમ્પ્ટ કર્યું છે જે તારી ચડ્ડીની બિલકુલ બહારનું હતું
એટલે તને તારા પર સાતેક ટકા જેટલો તો ગર્વ થશે અને બીજું આ ફેઇલ એક્સપેરીમેન્ટ
પાછળ જે ટાઇમ ઇન્વેસ્ટ થયેલો એની વેલ્યું આમ પણ એપ્રોક્સીમેટલી null જ હતી..છે ને ફૂલેલાં ઢોકળ જેવી મજાની વાત..!
અને ટ્ચ વુડ, કદાચ તું આ એક્સપેરીમેન્ટને એક નવાં સ્ટેજ સુધી ઉંચકી
ગયો તો તો બસ થઇ ગયું..!!
ક્લીફ ડાયવીંગ કે ફ્રી ફોલ સ્કીઇંગ જેવાં આંધળા, જોખમી સાહસો કરવાની વાત
નથી કરતો હું પણ એવું કંઇક કંઇક વિચારતો-કરતો-ગાતો-વગાડતો-ચિતરતો રહે જે તને તારા
પર સાતેક તકા જેટલો વધારે ગર્વ કરાવી દે અને જિંદગી માટેની લાલસા સાતેક ટકા વધારી
દે…બાકે એ તો તને એની સાથે લેતી જ જવાની છે.