વિચારતું કરશે

શાંતિનો કેનવાસ અને અશાંતિનાં રંગો..

પચાસો વસ્તું કરવા જેવી છે,
જાઝ સાંભળવા જેવું છે, કથક નાચવા જેવું છે,
કરાટે કરવા જેવું છે, બુલેટ ચલાવવા જેવું છે,
થાઇ જમવા જેવું છે, ટ્રેડમીલ પર દોડવા જેવું છે,
‘અજીબ દાસ્તાં હૈ યે’ ગણગણવા જેવું છે, તાપણે તપવા જેવું છે,
ગીરનાર ચડવા જેવો છે, કાળાની વચ્ચે પીળો કલર પૂરવા જેવો છે…
આ કરીશ અને આ રહી જવાની, આ થઇ જશે તો પેલીની ઇચ્છા થવાની અને એવી
ઇચ્છા થતી જ રહેતી હોવી જોઇએ. શાંતિ તો છે જ જિંદગીમાં; કંઇ જ નહીં કર એટલે શાંતિ
જ શાંતિ છે એટલે શાંતિ શોધવા જવાનું રહેવા દે.
નવું શું કરવું, એને કેવી રીતે કરવું એમાંથી અશાંતિ લાવ અને એ જે કંઇ
પણ નવું કરવું હોય એ થઇ જાય ત્યારે એ કર્યાની શાંતિ માણ. જ્યારે જે કરશ એનાથી
રંગાય જા, બધું જ કર પણ જ્યારે જ કર એ ત્યારે એ એક જ કર બીજું કશું જ નહીં
દોસ્ત, કરવા જેવું ઘણું છે,
લપસીને પડવા જેવું ઘણું છે,
ફરી-ફરીને ત્યાં જ આવી ચડવા જેવું ઘણું છે,
માથું ખંજવાળતા કરે એવું ઘણું છે,
ગરમા-ગરમ કરીને ઠીઠુંરાવી દે એવું ઘણું છે,
પી ને જુમવા જેવું ઘણું છે, જુમીને પીવા જેવું પણ ઘણું છે,
મગજનાં જાંગીયા ફાડી નાખે એવું ઘણું છે,
તો તારી પાસે કેનવાસ પણ છે અને રંગો પણ..અને દોસ્ત હવે તો ચિતરવા
જેવું પણ ઘણું છે..