દિલફેક

શું કરી શકીએ..?!

અડી-અડીને છુટ્ટા કરતાં નથી આવડતું
કિનારે બેસીને છબછબીયાં કરતાં નથી આવડતું
છાને ખૂણે ઘુસૂર-પુસૂર કરતાં નથી આવડતું
ગલોફા બદલાવીને પીપર ચગળતાં નથી આવડતું
‘ઓલો આપણને ઓળખે હોં..!’ની ડંફાસો ફૂંકતાં નથી આવડતું
ફૂલ પેટ ઠૂસીને ‘નાના’ અમસ્તાં બપોરીયાં ખેંચતાં નથી આવડતું
પાનનાં ગલ્લે-વાતોનાં વડે ફાકીઓ ચોડતાં નથી આવડતું
ખૂદનાં વાંકોને નશીબની બલિહારીથી ઢાંકતાં નથી આવડતું
ધીમા ઇન્ટરનેટ સાથે માથાફોળી કરતાં નથી આવડતું
પકડુંદાવમાં પકડાય જવા આવીએ ત્યારે ‘ટાઇમ-પ્લીઝ’ બરાડી દેતાં નથી આવડતું
શું કરી શકીએ હવે, છીએ એવાં છીએ; એટલું પણ પરફેક્ટ થતાં નથી આવડતું…