બસ એમ જ

— —

પસંદ કરી લીધો છે રસ્તો

આગળ
વધું છું

મજા
આવે છે

હવા
આવે છે

થોડા
ખાડા-ખબડા છે

તારવું
છું

અમુક છતાં
આવી જાય છે

ક્યાંક
સ્પીડ લિમિટ વટાવી જવાય છે

વધી
ગયેલા ડાળખાં ઘસાતા જાય છે

આવતીકાલે
એ મળી જવાના છે

આજે
એકલો છું

લોજ
આવે છે

થાકું
છું

રોકાઉં
છું

વળી
ભાગી પડું

મજા
આવે

હવા
આવે