ભેદી

સ્ટીવ, ગાગા, બેર અને મોત.

એક ટકાટક આઇડીયા આવ્યો; (જો કે મારો કોઇ આઇડીયા ટકાટકથી નીચેનો હોય જ
છે ક્યાં!)
‘મોત’, ‘મરણ’ આવા શબ્દો જનરલી આપણને કેચી નથી લાગતા હોતા, આવું કંઇ
સંભળાય ત્યારે આપણામાંથી બહાર આવતી પહેલાની ઉર્જા કરતાં આસમાન-જમીનનો ફરક પડી જાય
છે, we are not very fond of these kind of
words. ક્યારેય વિચાર આવ્યો કે આવું શું કામ થતું હશે?
મને આવ્યો. આજે.
માર્ક કરજે કે આપણે એવી વસ્તુંથી જ વધારે સેઇફ મહેસૂસ કરતાં હોઇશું
જેનાથી આપણે વધારે વાકેફ હોઇશું, અને એ નેચરલ છે; આપણે પેલા ‘ક્રોકોડાયલ હંટર’વાળા
સ્ટીવ ઇરવીન કરતા એવી રીતે બાર ફૂટનાં મગર પર છલાંગ લગાવવામાં વધારે સેઇફ નહીં
મહેસૂસ કરીએ કેમકે આપણે એનાથી વાકેફ નથી, આપણે લેડી ગાગાની જેમ ઉટપટાંગ વેશ ધારણ
કરીને સરેબાજાર મોજથી નીકળવામાં વધારે સેઇફ નહીં મહેસૂસ કરીએ કેમકે આપણે એનાથી
વાકેફ નથી, આપણે ‘મેન વર્સીસ વાઇલ્ડ’નાં બેર ગ્રીલ્સની જેમ સાચે-સાચા ઉંટને ફાડી
કાઢીને એની અંદર સૂઇને, રણની વચ્ચે રાત કાઢવામાં વધારે સેઇફ નહીં મહેસૂસ કરીએ
કેમકે આપણે એનાથે વાકેફ નહી, એવી જ રીતે, આપણે મોતથી ક્યારેય સેઇફ નહીં મહેસૂસ
કરીએ કેમ કે આપણે એનાથી ‘વાકેફ’ નથી.
હવે જરાક બીજા એંગલ પરથી વિચારીએ કે, આપણે પણ ધીમે-ધીમે ટ્રેનીંગ લઇએ,
પહેલા ત્રણ ફીટનાં મગરનાં બચ્ચાથી શરૂ કરીએ અને ધીમે-ધીમે આપણે પણ સ્ટીવની જેમ તળાવનાં
છુટ્ટા મગર પર જપકી પડીએ, આપણે પણ બીજાઓની જરા પણ ફીકર કર્યા વગર, નખને અલગ-અલગ
કલરથી રંગવાથી શરૂ કરીને અલગ-અલગ રંગનાં પગ મોજા પહેરવાની શરૂઆત કરીએ પેલી ‘ગાંડી’
ગાગાની જેમ, આપણે પણ ટ્રેકીંગ કેમ્પમાં આપણું નામ નોંધવતાં આવીએ અને પછી નદી પરથી
પાસ થતાં કેબલ પરથી, સેફ્ટી એક્વીપમેન્ટની સાથે ઉંધા લટકીને નદી પાર કરી અને બેર
ગ્રીલ્સને ચૂનોતી આપીએ, ચાલ આપણે પણ કંઇક એવું કરીએ કે આ બધાથી વાકેફ થયા પછી આવું
બધું કરવામાં પણ આપણને સેઇફ ફીલ થવા લાગ્યું એમ મોતથી પણ ‘વાકેફ’ થઇએ અને જોઇએ કે
મોતથી આપણે આપણને સેઇફ ફીલ કરાવી શકીએ છીએ કે નહીં..!
તને સવાલ થશે કે આવું કેવી રીતે કરવું?
મને પણ આ સવાલ થયો, મેં એનો જવાબ મેળવ્યો; જીવતાં હોઇએ એ દરમીયાન
મરતાં રહીને.
કોઇ વ્યક્તિ પર મરીને, કોઇ ભક્તિ પર મરીને, કોઇ શોખ પર મરીને, કોઇ ભોગ
પર મરીને, કોઇ ચીજ પર મરીને, કોઇ જીદ પર મરીને..શેનાં પર મરીએ છીએ એ મહત્વનું ક્યાં
હતું જ, મહત્વનું તો મરવું છે.
‘તેરે પર મેં મર મીટા’ જેવું ઘેલસફ્ફાટનાં મરવાની વાત નથી કરતો હોં,
જોજે! ઓળ-ઘોળ મરવું, તર-બતર મરવું, એવું મરવું કે એની સામે પેલું છેલ્લેવાળું સાચ્ચું
મરવું પણ ફીક્કું પડી જાય..જીવતાં જીવ મરતો રે..વાકેફ થઇ જઇશ મોત થી..પછી મોત માટે
તને પેલી ‘સેઇફ’વાળી ફિલીંગ આવવાં લાગશે..