વિચારતું કરશે

તને કીધું ને પાણી ભરે..

સરખામણી કરવી શક્ય જ નથી, કોઇ જ ચાન્સ નથી, કોઇ કાળે..પણ મારે અહીં
તારી સામે એ આગની એક લપટ મૂકવી હોય તો હું આ ઉદાહરણના રૂપમાં મૂકવાનું પસંદ કરીશ..
સમજ કે તને ત્રણ દિવસ સુધી કોઇને કોઇ અતિ થી અતિ અગત્યનાં કામને લીધે
સૂવા જ નથી મળ્યું, નોટ  અ બ્લીંક; હવે
વિચાર કે ત્યારની એ તોત્તેરમી કલાકે તારી પાંપણો નમી જવા માટે કેટલું જોર અજમાવતી
હશે અને હજી એવા જ કોઇ જબરા કારણોને લીધે તને સૂવું જરા પણ પરવળે એમ નથી અને તું એ
પાંપણોનું જોર હજી ચીમ્મોત્તેરમી કલાકે પણ સહ્યે રાખે છે…આ ઉદાહરણની ઇન્ટેનસીટી
કદાચ આપણે જેની વાત કરીએ છીએ એની વિસાતમાં તો છતાંયે ક્યાંય ન આવે..
હું વાત કરું છું મા-બાપનાં પોતાનાં સંતાન માટેનાં પ્રોટેક્ટીવ વલણની,
એમની સંતાન માટેની કેરની, સંતાન માટેની વેલવિસીઝની.
ટ્રસ્ટ મી, પોતાનું સંતાન ક્યારેય પણ, કોઇ પણ રીતે, કોઇનાથી પણ હર્ટ
થાય એ એનાં મા-બાપને એ હદે નાપસંદ હશે કે જેની કોઇ જ સીમા નથી. કોઇ પણ વાતથી, કોઇ
પણ એને કોઇ પણ રીતે દુ:ખ પહોંચાડે તો એ એમનાં માટે આ ઉપરનાં ઉદાહરણમાં
ચીમ્મોત્તેરની કલાકને બદલે સળંગ એક લાખ ચીમ્મોત્તેરમી કલાક વિના ઉંઘ્યા પછીનાં
પાંપણોનાં નમવાનાં જોરને જેલવા બરાબરનું કષ્ટ હશે.
પછી ભલે એ સંતાન પોતાનાં ખોટા નિર્ણયો, ભૂલો અને ચીંધેલા રાહ પર ન
ચાલવાની કસમને લીધે જ એ મૂસીબતનાં ખાડામાં પટકાયું હોય પણ છતાં એને અનુભવાતી પછડાટ
કરતાં એનાં મા-બાપને પડેલાં ઉઝરડાં અગણિત હશે.
દોસ્ત, તું એનો ભાગ છો; રાધર, તું એનો અંશ છો, તું એમાંથી છો, તું
એનાથી છો; અહીં મા-બાપને સંભાળવાની ચવાયેલી ફિલોસોફીનાં લેક્ચર નથી ચાલું, જસ્ટ રીમાઇન્ડ
યુ ઑફ ધેટ.. હું વાત કરું છું એમને સમજવાની.
આને તું પોતે પેરેન્ટ છો કે નથી કે પછી તારે પેરેન્ટ છે કે નથી એની
સાથે કોઇ જ નિસબત નથી પણ જો ક્યારેય એમ થાય કે બહું જીવ્યા પોતા માટે હવે બીજા
માટે જીવી જાણીએ..આવા કોઇપણ અભરખાં વખતે ઇલીજીબલ કેન્ડીડેટની યાદીમાં એમનું નામ
સૌથી ઉપર રાખજે..
બાકી ગમે તે કહી પણ, સાડા ચાર મહિનાથી ટચલી આંગળીનાં નખને ન કાપીને
એને સતત, વ્યવસ્થીત શેઇપ આપતાં રહીને અને સતત પોલીશ કરતાં રહીને મોટો કર્યો હોય
અને નાના કઝીનનાં ધ્યાન બહાર, તારા હાથનાં પૂરા બહાર નીકળતાં પહેલાં કારનાં ડોરને
ધક્કો મરાય ગયો હોય અને બરાબર ટ્ચલી દબાય ગઇ હોય અથવા પોણા ત્રણસો રનનાં પાકિસ્તાનનાં
ટારગેટ સામે 107/9 ખડી ગઇ હોય અને પોણો કલાક બીજી ચેનલ જોય પછી એકા એક હાલ-બેહાલ
જોવાનું મન થાય અને તારા ‘ભયંકર’ આશ્ચર્ય વચ્ચે 49 ઓવરમાં 269/9 નો સ્કોર હોય અને
તું એક મોટી રાડ સાથે સોફા પર ખીલ્લાની જેમ એડવર્ટાઇઝ પત્યા પછીની છેલ્લી ઓવર શરૂ
થવાની રાહમાં ધડાધડ ધબકતાં ધબકાર સાથે આંગળીઓનાં નખ ચાવતો રાહ જોતો હોય અને ઓવરનાં
પહેલાં જ દડે તારી ફાટેલી આંખો શું જુએ છે..ડાંડલું ઉખડી ગયું…ક્લીન બોલ્ડ..
આ બંને ઉદાહરણ વખતની ઇન્ટેનસીટી પણ પહેલાં વાત કરી એની ઇન્ટેનસીટી
સામે પાણી ભરે.