આવું હોતા હશે, હંહ!

તારો કેટલા MP(મેગાપીક્સેલ) નો છે?

હું તને કહું કે
લાઇફમાં શું હોય! લાઇફમાં ફેઝ હોય. ના, પેલો ફેઇઝ-ન્યુટ્રલવાળો ફેઇઝ નહીં પણ
ગાળાવાળો ફેઝ. એટલે એમ કે આટલા સુધી. ન સમજાયું ને!? કહું…

તને યાદ ન હોય તો
તારા ઘરનાં કોઇ મોટાને પૂછજે, તું નાનો હતો ત્યારે તને કયું શાક ભાવતું? તને શું
જોવું ગમતું? તને ક્યાં અને કોની સાથે જવું ગમતું? તને કેવા કપડા ગમતાં? અરે નાનો
હતો ત્યારની ક્યાં વાત કરવી, દસકા પેલાની જ વાત કરી લે ને..અને એટલું તો તને પણ
યાદ હશે અને દોસ્તાર-મિત્રો વચ્ચે વાતો-વાતોમાં તું પોતે તારા જૂનાં ફોટોગ્રાફ્સ
જોતાં-જોતાં તારી મશ્કરી કરી લેતો હોઇશ કે, ‘લે ત્યારે મને આવી બકવાસ હેર-સ્ટાઇલ
બહું જ ગમતી!’

‘એ તો હવે ચાગલો થવા
લાગ્યો છો કે લાપસી થોડી ખવાતી હશે, નાનો હતો ત્યારે તો સંતાડવી પડતી અને કહેવું
પડતું કે કાગો લઇ ગયો..’ આવું કે પછી આના જેવું બીજી કોઇ આઇટમને લઇને મમ્મીએ કે
દીદીએ ઘણી વખત સંભાળાવ્યું જ હશે.

ફેઝ… ત્યારનો એ
સમય હતો, એ ચોસલું એ ટાઇપનું હતું. પણ એક વાત તને કરું ને તો આ ચોસલાને જો તું પેલી
લેગો ગેઇમનાં નાનાં-નાનાં પીસીઝ સાથે સરખાવીશ અને કહીશ કે આવા ફેઝીસ એટલે કે આવા
ચોસલોથી લાઇફ બને છે તો એ એટલું ટનાટન નહીં કહેવાય!

જો તારે કંઇક ટનાટન
જ કહેવું હોય તો, તેં ક્યારેય 300X300ની ઇમેજને સ્ટ્રેચ કરીને 800X800માં જોઇ છે? હા,
બરાબર..! ઇમેજ બ્લર થઇ જાય, એનાં પીક્સેલ પહોળા થઇને જાણે બાથરૂમની મોટી-મોટી
ગ્લેઝ જેવા લાગવા લાગે..હવે આવ્યું કશું મગજમાં..??

પેલા ફેઝનાં ચોસલા એ
આ પીક્સેલ જેવાં છે જે ઇમેજને એટલે કે લાઇફને વધારે શાર્પ, વધારે ક્લીયર, વધારે
અર્થપૂર્ણ બનાવે છે. પણ હા, એક ફરક છે..કોમ્પ્યુટરની ઇમેજનાં બધા પીક્સેલ એકસરખી
કેરેક્ટરીસ્ટીક્સવાળ હશે પણ લાઇફનાં આ ફેઝીસ સાલા ડખાળા છે; અમુક થોડા વધારે
‘સ્ટ્રેચ્ડ’ હશે અમુક વધારે ‘કમ્પ્રેસ્ડ’ હશે અને નશીબજોગે એકાદું બરાબરનું પણ મળી
જાય..!!

એટલે આ બધું તો તારા
‘કેમેરા’ પર ડીપેન્ડ છે બાપલીયા..તો બોલ તારો કેમેરો કેટલા MP નો..!?!