જરા ટેઢું

ટેટા, ટેટા! તારી વાટ ક્યાં?

હમણા એક મિત્ર સાથે વાતમાંથી વાત નીકળી તો એણે માંસાહારી લોકો વિશે
થોડી ઘૃણા જાહેર કરી, એણે પોતાને વ્યક્ત
કર્યો. પરફેક્ટલી ફાઇન, નથીંગ રોંગ ઇન ધેટ; પણ મને કંઇક ખૂચ્યું તો એ હતો શબ્દો
પરનો વજન. એણે જે વાક્ય કીધું એ કંઇક આમ હતું, ‘આપણે માંસ ખવાતા હશે!’
આમા ‘માંસ’ શબ્દ પર થોડો વધારે વજન હોય તો હજુ એ વાત ગળે ઉતરેબલ હતી
પણ એ માનનીય ‘આપણે’ પર વધારે જૂકેલા હતા. હવે તું મને પૂછીશ કે એ ‘આપણે’ પર વધારે
ઢળ્યો કે પછી ‘માંસ’ વધારે નમ્યો તારે શું પંચાત?
તો હું તને કહું કે ‘આપણે શું કામ કોઇની પંચાત કરવી જ જોઇએ..’
કહી-કહીને ગામ આખાની છઠ્ઠી જાણી આવે એવામાંનો હું છું એટલે મારે જ્યાં સુધી હું આ
વાતનું વતેસર નહીં કરું ત્યાં સુધી મારી ભોમકા લાજે..!!
ના ભૈ ના! આવું કશું નથી પણ મને એ મિત્રની વાત જરા અલગ લાગી એટલે મેં
ત્યારે જ એની સાથે થોડી ચર્ચા કરી અને અત્યારે તારી સામે પણ એ મમરો મૂકી રહ્યો
છું.
તું મને એક વાત કહે, તને શું લાગે છે, માણસ અલગ છે?; અલગ એટલે એ રીતે
કે એ ઘોડાથી, ચિત્તાથી, કીડીથી, પતંગીયાથી કંઇ જુદો છે? જો તું અત્યારે હા બોલ્યો
તો ઉતરી જા ચલ મારી સાથે ચર્ચામાં!
હું માનું છું કે માણસમાં અને કૂતરામાં કે ભગરી-ભેંસમાં કે ટીડળા કે
સારસમાં કશો ફરક નથી! સ્ટ્રેન્જ! વિઅર્ડ! નોનસેન્સ! તું એને જે કે એ, હું તો આ જ
માનું છું. ચલ મારી છોડ; તું કહે છે કે આ બધા પ્રાણી-પક્ષી-કીટ-પતંગીયા કરતા માણસ
જુદો છે. તો એક કામ કરીએ તું તને સાચા પાડતાં કારણો મારી સામે મૂક પછી હું મને
સાચા પાડતાં કારણો તારી સામે મૂકં, ડન? ઓકે સ્ટાર્ટ..
‘દેવાંગ, મારે એક જ કારણ મૂકવું છે; બુધ્ધી- ચેક મેટ!’
‘મોટા, મારે પણ એક જ કારણ મૂકવું છે, પ્રકૃતિની પસંદગી- મેટ, યુ આર
ચેક્ડ!’
જો તું એમ કહેતો હોય કે આપણી બુધ્ધી એ ભલ-ભલા પશુ-પક્ષી કે પછી પૃથ્વીનાં
કોઇ પણ જીવને ક્યાંય પાછળ પાડી દે એમ છે અને એ કારણે આપણે બાકીઓથી અલગ છીએ, એમનાંથી
હટકે છીએ તો હું કહીશ કે અલગતા કે હટકેપણું નથી એ છે પ્રકૃતિનો પક્ષપાત! ખબર નહીં
કેમ પણ પ્રકૃતિને માણસજાત એટલી ગમી ગઇ કે એણે બીજા જીવો કરતા માણસને થોડું કંઇક
વધારે જ આપી દીધું, બાકી માણસ પાસે આ સરવાઇવલ રેસમાં સરવાઇવ કરવાની કોઇ જ લાયકાત ન
હતી.
તો મારે મારા એ મિત્રને અને તુંજ જેવા યુધિષ્ઠિરનાં રથની જેમ જમીનથી
બે-એક આંગળ ઉપર ચાલતાં ડફોળોને કહેવું છે કે હું તો ઠીક પણ ખાસ કરીને તું આ
ગેલેક્સી ટેબ અને આઇફોનની લાઇફ તો શું પૃથ્વી પર ટકવા બાબતે પણ શંકાશીલના લીસ્ટમાં
હતો ત્યાંથી આજે અહીં સુધી પહોંચી ગયો છે તો આવી અગણીત કોઇન્સીડન્ટ્સથી મળેલી બેનમૂન
જિંદગીની એક પણ ક્ષણને નાની અમથી પણ બેતૂકી વાત પાછળ ખર્ચીશમા કેમ કે તું એ ટેટો
છે જે અત્યાર સુધી એવી હવા કરતો હતો કે, હું એવો ફૂટીશને-એવો ફૂટીશને….પણ અફસોસ
એની વાટ અત્યારે ફૂટવા ટાણે એને ક્યાંય મળતી નથી…