થોડું કડછું

-થાક્યો-

નમી-નમીને થાક્યો,

‘રમી-રમી’ને
થાક્યો,

ખમી-ખમીને
થાક્યો,

‘ધરી-ધરી’ને
થાક્યો,

  
પગપડીને
થાક્યો,

કરગરીને
થાક્યો,

ધણધણીને
થાક્યો,

સમસમીને
થાક્યો,

થાકવું
કોને હતું; પણ આજે,


થાકી-થાકીને થાક્યો,

ભૂખે
તો ઘણી વખત; પણ આજે,

પેટ
ભરી-ભરીને થાક્યો,

જાતે
નમાઇ જતું જયાં; આજે,

અચાનક
લડી-લડીને થાક્યો,

બસ
ફાટું જ છું; કેમ કે આજે,

અંતે
દબી-દબીને થાક્યો-