ચોખ્ખું ચટ્ટ

થવા દે.

ઘણી-ઘણી વખત એવું બનતું હોય કે આ નથી કરવા જેવું અથવા આ કરવાથી કંઇ
ફાયદો નથી, અથવા આ ન કર્યું હોત તો કંઇ વાંધો ન હતો…આવું તને પણ કદાચ ઘણી વખત
લાગ્યું હશે, મારી સાથે તો ઘણી વખત આવું બનેલું છે. અને એનાં થોડા સમયમાં જ એના
પુરાવા પણ મળી જાય છે.
ખબર નહીં તે માર્ક કર્યું હોય કે નહીં પણ મેં આ ઘણી વખત માર્ક કર્યું
છે કે કોઇ સારી વસ્તું કે જે થવી જોઇતી હતી અથવા જે થઇ એના થવાથી મળતા ફાયદાનાં
અનુભવ ઘણા-ઘણા લાંબા સમય પછી થતા હોય છે.
સાબિતીને પડતી મૂક,
સવાલોને તડકે મૂક,
ખૂદને તરતો મૂક,
સારી વસ્તુંને થવા દે,
વહેતાં પાણીને વહેવા દે,
હસતાને હસતાં રહેવા દે,
ફજરને ફરવા દે,
પાંદડાને ખરવા દે,
હોઠોને મરકવા દે,
જરાક જૂક,
માન ભૂલ-ચૂક,
ક્યારેક હળવું મૂક,
સારી વસ્તુંને થવા દે,
જિંદગીને જીવી લે ’ને
આનંદથી નીકળી લે…