સ્વાભાવિક

The Luminaries. જુવાળ.

હમણા 15 ઓક્ટોબરે એક મારા જેવડી જ કહી શકાય એવી છોરીને મેન બુકર
પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. Yes dude, this is BIG!
નામ રાયખા 
Eleanor Catton. એની બુકનું
નામ રાયખા The Luminaries.
મારી બેટી, અત્યાર સુધીના, આ એવોર્ડનાં 45
વર્ષનાં ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની વિજેતા છે અને બીજી એક મજાની વાત કહું
તને..એણે સાલીએ બીજો એક રેકોર્ડ પણ બનાવી દીધો..
અત્યાર સુધીના 45 વર્ષનાં ઇતિહાસમાં આ એવોર્ડ
જીતેલી સૌથી લાંબી બુક..832 પાના..એની માસીને લઇ જાય બાવા…..
અરે ટાઇમ ક્યારે કાઢસ..?? અને ક્યાંથી કાઢસ..??
હું તો ભૈ પાના સાંભળીને નથી વાંચવાનો હોં.. તમારામાંથી એકાદો હિરલો વાંચી કાઢે તો
કેજો… એકાદું નાનકડું મોમેન્ટો તને આપી દઇશું વિયુક્ત પરિવાર તરફથી…
પણ આ તો મજાક બાકી મને ખબર છે મેં 130 પાનાની
‘જુવાળ’ લખી તો પણ દોઢેક વર્ષ કાઢી નાખ્યું’તું તો પછી આ તો બાપ રે… વેલ,
બેબલીને અભિનંદન…
એક અંદરની વાત કહું તને?! હું જ્યારે આવા મારા
જેવડાઓને મારે જે કરવાની ઇચ્છા હોય એ કરતાં જોઉંને એટલે મને થોડી અદેખાય
આવે..સાલ્લું મારે પણ આવું કરવું છે.. મેં બીજી નોવેલ પણ લખવી શરૂ કરેલી, (એકાદ
વર્ષ પહેલા!) પણ હજું કંઇ ખાસ ઉકાળ્યું નથી..
ચલ, એનાં પરથી યાદ આવ્યું છે તો અહીં મારી પહેલીવાળી
‘જુવાળ’ ની લીંક મૂકી દઉં…યંગ-ઓલ્ડ જનરેશનનાં એકબીજા સાથે સતત ચાલતાં રહેતાં
ટણક-ટોણાની મજાની વાતો વણી લીધી છે ‘જુવાળ’માં; ઇચ્છા થાય તો વાંચજે અને કે’જે કેવી
લાગી..  
આમ તો ‘વ્યક્ત’નું Id છે એજ મારું Id છે
પણ છતાંય devang.nathwani31589@gmail.com…કદાચ તારા ‘ઇંજેક્શન’થી મને નવું કંઇક શુરાતન ચડી જાય…!!
ડાઉનલોડ કરવા માટેની લીંક છે:
અને જોવા માટે, પ્રીવ્યુ માટેની લીંક છે: