સાદું-સીધું

થોડું વળી લખી જોયા.

ખીલ્લા ખોળી જોયા. બીયા વાવી જોયા. ધોકા ફોળી જોયા.

ફળીયા
વાળી જોયા. ઢોલીયા ઢાળી જોયા.

ફદીયા
ગણી જોયા. કોળીયા બોળી જોયા. બગલા બની જોયા.

છીછરે
ડૂબી જોયા. ગળે મળી જોયા. જીદે ચળી જોયા.

બેફામ
લડી જોયા.

મદે
ઝૂમી જોયા. ડાળે ખરી જોયા. નજરે વસી જોયા.

યાદે ઝૂરી
જોયા. દુખે કણસી જોયા. રસ્તે ભટકી જોયા.

‘એને’
માણી જોયા. ખૂદને વેંચી જોયા.

બે ઘડી
ખમી જોયા.

જૂકી-જૂકી
નમી જોયા.

ભડ-ભડ ભડકે બળી જોયા.