ધક્કો મારશે

તો હવે ડાર્ક નાઇટ!

બરાબર છે, વાત બિલકુલ સાચી છે..વધારે કોણ યાદ રાખે, ટૂંકુ હોય તો કંઇક
સાંભળવાની પણ ઇચ્છા થાય અને જો નશીબજોગે કંઇક અંદર ઉતરવાનું હોય તો ઉતરે પણ ખરું,
પણ જો લાંબુ આવ્યું કંઇક અને એમાં પણ જો થોડું-ઘણું પણ બોરીંગ નીકળ્યું તો પછી તો
બધું જ ઉપરથી જવાનું એટલું તો પાક્કું સમજી લેવાનું હેને..?!

તો લે આ ટૂકું, જે પહેલા પતાવ્યું એનાથી એક સ્ટેપ આગળનું કંઇક વિચાર,
પહેલાની કઇ રીતે કર્યું હતું એ યાદ કર, નવું કઇ રીતે કરીશ એનો આછો-પાતળો પ્લાન કર,
એક સ્ટેપ આગળવાળું ઉપાડ એને પતાવ, હવે એ એક સ્ટેપ આગળવાળાની એક સ્ટેપ આગળવાળું કંઇક
વિચાર, પહેલા જે કર્યું હતું એને દોહરાવ..બસ આટલું.
કંઇ જ કોમ્પીકેટ કરવાની ક્યાં આમા કંઇ જરૂર જ પડી. પહેલા બે ગાળ બોલતો
અને થોડી ઘણી ધાક જામતી તો હવે બીજી બે બોલ, પહેલા ચાર ચક્કર માર્યે ત્રણ કીલો વજન
ઉતર્યું તો હવે છ મારવાનાં ચાલું કરી દે, પહેલા સત્તર પાના વંચાતા તો હવે પચ્ચીસની
ટ્રાય માર, પહેલા ત્રણ ફીટ કૂદાતું તો હવે ડીસ્ટન્શ વધારીને મીનીમમ ચારનું કરી
નાખ, પહેલા 2-ક્ષ માંડ જોવાતાં તો હવે 3-ક્ષ અજમાવ, મીની સ્કર્ટ ઓકે? લે, આ
માઇક્રો, ગયા મહીને 2000 બચાવ્યા આ વખતે 3500 ન બચે તો ચોરી કરી આવ..એઝ સીમ્પલ એઝ
ધેટ..
તારે કંઇ તને ચેલેન્જ-બેલેન્જ નથી કરવાની; તારે બસ સીધી-સાદી, પેલી
થોડી રેર એવી કોમન-સેન્સ વાપરવાની છે. તારે તારી જાતને પૂછવાનું કે ભૈ તું ગધેડો
છે? ના?- તો પછી એકને એક સ્ટેજ પર એને એ વસ્તું કર્યે રાખવાનું કંઇ ખાસ કારણ? વીડિયોગેમમાં
એકને એક સ્ટેજ ટીચી-ટીચીને નથી કંટાળતો તું? હા?- તો પછી લાઇફને એકને એક સ્ટેજ પર
રમી-રમીને કેમ નથી કંટાળતો? કંઇ જવાબ નથી મળતો?- ફરીથી એનો એ સવાલ પૂછ, ‘તું ગધેડો
છે?’
અને જો તું ગધેડો જ હો, તો હજી આથી સાદી ભાષામાં સમજાવ ખૂદને,
સાપ-સીડી રમી છે ને? હા, ભૈ એજ સ્નેક એન્ડ લેડર; એમાં પાસો ફેંકીએ અને જેમ નંબર આવતા
જાય એમ 1 થી 100 તરફ જવાનું હોય છે કે એનાથી ઉલટું?
એ પતી ગયું હવે એની ઘોર ખોદમાં, એને પૂરું કર્યું એના માટે ખૂદને
શાબાશી દે, ગામમાં દસ જણાને કહી આવ અને ભૂલી જા એને, નવું કંઇક શોધી આવ; દુનીયા
પચાસો નવા નાચથી ભરેલી છે, ટીટોળે, પંચીયે, બેકવર્ડ સીક્સ સ્ટેપે સંતોષાય જામા,
સામ્બા, ટેપ ડાન્સ, કૂચીપૂડી, કેડ-ગળાનાં કટકા કરી નાખે એવા નામની કમી નથી. બેટમેન
બીગીન્સ બનાવી નાખી હવે ડાર્ક નાઇટ બનાવ..