ભીનું ક્યાંક કોરું

તો કે’, પૂરા ને શું કરવો?

મન થશે-બોર થશે, ગમશે-સામું પણ નહીં જુએ, આહાહા!- સાવ સ્વાહા!…
આ આપણી અને આપણી અંદરનાં ‘આપણા’ની પચરંગી કળા છે! આપણને ક્યારેક કોઇ
વસ્તું, વ્યક્તિ, પરિસ્થિતિ એટલી ગમતી હશે કે ન પૂછો વાત!
‘અરે! ક્રિસ ગેલ..મારો ઑલ ટાઇમ ફેવરીટ પ્લેયર; ગધનો બેટીંગતો યમરાજની
જેમ કરે પણ મારો બેટો બોલીંગમાં પણ એકાદ-બેનાં પીછાં ખેરવતો જાય!’, ‘ક્રિસ
ગેલ…હંહ..એ ભેંસો તો સાવ નકામો, બસ આવીને ઉભો રહી જાય કોઇ કાટ લાગેલા લોખંડનાં
જાડા-પાડા ડેલાની જેમ, કંઇ જ કામનો નહીં, એકાદ-બે બોલ વાપરે ત્યાં તો જલાય જ ગયો
હોય, અને બોલીંગ..છ બોલમાં સામે વાળો બે ચોગ્ગા ન મારે તો જાણે એને એની માંના સમ
આપીને આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ બોલ નાખીને મરાવડાવે..’
‘બાસ્કેટ ચાટ…અરે ક્યાં નામ લીધું, આમ જો, મારા મોં માં પાણી આવી
ગયું, મને બાસ્કેટ ચાટ એટલાં ભાવે, એટલાં ભાવે કે એની સામે પાણીપૂરી પણ પાણી
ભરે!’, ‘બાસ્કેટ ચાટ…અરે ક્યાં નામ લીધું, હવે બર્ગર પણ ગળે નહીં
ઉતરે…યક્ક્ક..છીછીછી…’
ટ્રસ્ટ મી…ધીસ ઇઝ નેચરલ..આપણે માનીએ છીએ એટલી આપણી હોમો
સેપીયંસ સેપીયંસ પ્રજાતી ઇંટેલીજન્ટ નથી. જ્યારે પણ આપણે કંઇ કરીએ છીએ, કંઇક બોલીએ
છીએ, કંઇક પહેરીએ છીએ, કોઇક રીતે વરતીએ છીએ, કોઇક રીતે નજર ફેરવીએ છીએ, એ કંઇ જ
ઇન્સ્ટન્ટ નથી હોતું. આપણે કંઇ જ નિરપેક્ષ રીતે કરી નથી શકતા, બીજી પચાસો
વસ્તુંઓની આપણા પર છાંટ પડેલી હોય છે, બીજાનાં રીવ્યુઝ, ઓપીનીયન્સ, નેટ,
મેગેઝીન્સ, બાજુનાં ઘરવાળી સ્વાતી, ફઇબાનો ફોરેન રીટર્ન છોરો..આવા બીજા ઘણા પરીબળો
આપણને આપણનાં ખૂદથી નજીક-દૂર કરતાં જ રહેતા હોય છે…
So,
ઘડો ભલે અધૂરો, ભલે
છલકાયે પણ ખરો, કાં?
તો કે’, પૂરાને શું ધોઇ પીવો?
હેં ને…!?