દિલફેક

Trust me..

“Everything will be all right in the end. And if it’s not all right, then trust me, it’s not yet the end.”-‘The Best Exotic Marigold Hotel’
નો ડાયલોગ યાદ આવ્યો, અને આપણા શાહરૂખે પણ કીધું છે, ‘હમારી ઝિંદગીમેં
ભી એન્ડ તક સબ ઠીક હી હો જાતા હે ઓર અગર ઠીક ના હો તો વો ધી એન્ડ નહીં, પિક્ચર અભી
બાકી હે મેરે દોસ્ત..’
હા ભૈ હા, મને પણ પહેલા આ ઘેલસફ્ફાય જ લાગી પણ એક રાતે એવું બન્યું કે
એક કામ પત્યું, જે કામે પતતા પહેલા મને ઘણી વખત ‘પતાવી’ દીધેલો, પણ છતાં ખબર નહીં
એની પાછળ લગાયેલું રહેવાયું અને તે દિવસે એ અંતે પત્યું. તે દિવસે મારું બેટું આવા
ડાયલોગનું ડિસેક્સન કરવાનું મન થયું.
એનો મતલબ કે હું આજ સુધી માનતો હતો એવો ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એવો
આનો મતલબ નથી થતો. આમ તો આ પહેલાં મારી માન્યતાં પાચસોને પચાસ વખત ખોટી પડી ગયેલી
જ છે એટલે એ બાબતનું મને વધારે કંઇ ખોટું ન લાગ્યું પણ મને એ જાણવા બાબતે તો થોડું
વધું ઉડું ઉતરવાની ઇચ્છા થઇ જ ગઇ કે તો પછી આવી લાઇનોમાં વજન ક્યાંથી આવે છે?
‘સૌ સારાવાના થવા’, ‘ઘીનાં ઠામમાં ઘી ભળવું’; આ બધું બીજાનાં ધરપત
આપવા કે પછી ખૂદને ઠાલો દિલાસો દેવાની વાત નથી માત્ર. જો એને કંઇક અલગ રીતે
લેવાનું વિચારીએ તો એમ પણ માની શકાય કે ઘીનાં ઠામમાં જ્યાં સુધી ઘી ન ભળે ત્યાં
સુધી લાગેલા રહો, સૌ સારાવાના ન થઇ જાય ત્યાં સુધી જાગેલા રહો.
આપણને ફેસ થતાં હરેક પ્રોબલેમને જ્યાં સુધી આપણી લાઇફમાંથી
ધક્કામારીને, એનું પછવાળું રાતું થઇ જાય ત્યાં સુધી એને લાતો મારીને, એને ખૂદને
બીજી વાર આપણી કે આપણા વ્હાલાઓની નજીક ફરકવાની હિંમત ન થાય એવી હાલતમાં ન પહોંચાડી
દઇએ ત્યાં સુધી અંત નથી આવતો. અને અંત ત્યારે જ આવશે, આવેલો કહેવાશે જ્યારે એ
પ્રોબલેમ પોતાનાં પૂંછળાને પોતાનાં બે પગ વચ્ચે દબાવીને વિના પાછળ જોયે ભાગ્યે જ
રાખશે…ભાગ્યે જ રાખશે..
Trust
me..