પરે સાવ

– વાર છે.

મરવાને વાર છે.
કોણે કીધું? –‘એણે’ કીધું.
મરવાને વાર છે.
ધીરે જમી લે. બે ઘડી ખમી લે.
ક્યારેક જૂનાં દોસ્તને ફોન કરીને, ‘તારો અવાજ સાંભળીને મજા આવી’ એમ
કહી લે.
– વાર છે.
બે-ચાર છોડ વાવી લે. આંગણું જરા વાળી લે.
‘જો તો બીચારા બા કેટલું ઉંચકીને જાય છે’, બોલવા કરતાં એકાદ થેલો તું
ઝાલી લે.
– વાર છે.
ચિંતા ક્યાંક મૂકી દે. ખૂદને ક્યારેક ભૂલી લે.
‘નો પાર્કીંગ’ વાંચ્યા પછી તો ક્યારેક ત્યાંથી વાહન ખસકી લે!
– વાર છે.
ઉંડો શ્વાસ ભરીને તળાવનાં તળીયે બેસી લે.
ઉભી ખો રમી લે. બીજાનો દાવ દઇ દે.
– વાર છે.
જોર-જોરથી રડી લે. કોઇકની પાંપણે વસી લે.
‘‘તે’ જેટલું આપ્યું છે એ પૂરતાં કરતાં પણ
વધું છે’,અને બસ..એનાં પગે પડી લે..
–‘એણે’ કીધું, વાર છે.