ભીનું ક્યાંક કોરું

વાત મુદ્દાની

હારની બીકે
સ્પર્ધાઓ કૈંક ટાળી,
‘જાઉં તો હારી??’
જોઉં નિહાળી;
જીતતાં એ કૂદતાં,
બાકી નિરાશી-
મળી એ તે દિ’
જીતતી રહેતી જે
હરેક બાજી
એને વખાણી-
કીધું તારી ઢબ તો
ભારે મજાની
થયું કે જાણી,
‘સફળતા પાછળની
વાત મુદ્દાની?’
એમ તો હાફી
હુંયે, બસ હરીફની
નજર ચૂકાવી