બેફિકરું

વટની આડી પાડ

બાજી બંધ હતી, દસીયાની ચાલ હતી
દુડી-તીડી-પંજાની આસાર હતી, ખાંડાની ધાર હતી
જીતવું એ ટેક હતી, હારું નહીં એ નેમ ન’તી
દુડી…અરે તારી…તીડી…હવે પૂરું…પંજા!, અરે એ, પંજા!, તારી જ
હવે રાહ હતી,
હજારની લૂમ હતી એ જગાવી જે ટેટાની વાટ હતી
ત્રીજું ખૂલવાને જરાક અમસ્તી વાર જ હતી, બરાબર ત્યાં જ મગજની માલીપા
ધાડ પડી
પછીની બાજી પણ બંધ હોં, વટની આડી ક્યાં પાડ હતી…!!