શેખચલ્લીનું એઠું

વાહ..! સ્વિટ..

તમે આજે મગર ઉછેરો છે, બતક ઉછેરો છો, મરઘી, મધમાખી,
માછલી, બકરી, ઘેંટા, ડુક્કર ઉછેર કેન્દ્રો ખોલી રાખ્યા છે.

અમે
ત્યારે તમને ઉછેરતાં..કેમ?? કેમ કે તમને ભલે ખબર ન હોય પણ તમે બહુ જ સ્વીટ છો અને
એમાંયે તમારા થાઇસ અને બ્રેસ્ટના ભાગનીતો શું વાત જ કરવી. અત્યારે બોલતાં-બોલતાં
પણ મારા મોંમા લાળ આવી જાય છે અને જો આ મારા ચાર ઇંચનાં સાંઇઠ દાતોની વચ્ચે વચ્ચે
ક્યાંય જ્ગ્યા હોત તો તારા બધા જ ખિસ્સા ભરાય ગયા હોત મારી લાળથી અને તને મારા
નાસ્તામાં જોઇને આવી ગયેલી મારી આંખોની ચમક જોઇને તારું પાટલુન ભરાય રહ્યું હોત.

પણ આ
તો ખાલી કહેવાની વાત છે; કેમ કે આજે જેમ તારી પેલી વાળામાં ઉછરેલી અને પૂરતું માંસ
ચડેલી મગરોને તું એની સામે મોટો ધારદાર છરો લઇને એને કાપવા માટે ટેબલ લઇ આવે
ત્યારે એને જેમ કશું નથી ફીલ થતું એમ તને પણ ત્યારે કશું ફીલ ન’તું થતું કેમકે તને
એવી કોઇ અક્કલ જ ક્યાં હતી! અને હા, રહી વાત તારા પાટલુનની તો તારા બે પગે ચાલવાના
હજી ઠેકાણા નો’તા ત્યાં કપડાની ક્યાં લૂમ સળગાવસ!

અમને
ખબર પડી ગઇ હતી કે તમે કેવી રીતે વધો છો, અમે તમને એવડાં થવા દેતાં, તમને એવું
વાતાવરણ આપતાં, તમને એકબીજાનો ‘સાથ’ આપતાં અને પછી આજે જેનાં ડાઇપર પાછળ તમે મહિને
700 થી 1300 રૂપિયા ખર્ચો છો એ અમારા ટેણીયાઓ માટે સવારનાં કોર્નફ્લેક્સ બનતાં.

અને આ
બધું કરાવ્યા પછી અમે તમને પણ ‘ટેબલ’ પર સૂવાડી….કંઇ વધારે નહીં બસ અત્યારનાં
તમારું અને પેલા મરઘી, માછલી, ડુક્કર કે પછી ઘેંટાનું પિક્ચર માઇન્ડમાં રીવાઇન્ડ
કરી લો ને, યુ ’લ ગેટ ધી આઇડ્યા..!

આતો
વળી મારા જેવા એક્ક્લ-દુક્ક્લ બચી ગયેલા અને ન જાણે ક્યાંકથી અનુકૂળ પરિસ્થિતિ
પામી ગયેલા અને ઉપરથી ન જાણે ક્યાંકથી કોઇને નજરે ચડ્યા વિના આટલા મોટા થઇ ગયેલા
‘નાનકડા’ જીવની જરાક અમસ્તી જીવન કથની છે..કે જેને તું વિલુપ્ત થઇ ગયેલા જીવમાંનો
એક સમજીને બહું જ પ્રેમથી ટી-રેક્સ કહેતો ફરે છે અને બ્લોકબસ્ટર મૂવીઝ પણ બનાવીને
એ જોતાં-જોતાં પોપકોર્ન પણ ખાઇ કાઢે છે, તો હવે મને એમ થાય છે કે તારાથી બિલકુલ
છૂપતો-છૂપાતો અને છતાં તારા અને તારા જેવા પોતાને મહાબુધ્ધિશાળી જીવ માનતા આ હોમો
સેપિયન્સ સેપિયન્સ વિશે બધું જ જાણતો-જાણતો હાલને મારા જેવા બીજા નશીબનાં બળીયા
અને કદાચ ક્યાંક દુનિયાનાં કોઇ ખૂણામાં છૂપતાં-છૂપાતાં ફરતાં કે ક્યાંક ઢબૂરીને
પોઢેલાંને શોધું અને આમ તારા જેવાને ચોરીછૂપીથી પકડી-પકડીને ડાયટીંગ કરવા કરતાં
મારા જનીનમાં પડેલી આ બધી યાદો જેવો કદાચ ફરીથી તને એવો બે પગે ચાલવાનાં ઠેકાણા
વગરનો કરી શકાય! કદાચ ફરીથી તને અમારા ટેબલ પર અને તારા પેલા ડાઇપરીયાઓને અમારા
ટેણીયાના કોર્નફ્લેક્સ બનાવી શકાય!

કરીશું
કાંઇક ચાલને..આતો લોન્ગ ટર્મ પ્લાન્સ છે પણ ત્યારે તો શોર્ટટર્મ પર ધ્યાન
આપીએ…અરે! યાર તું આમ રાડા-રાડ અને ધમપછાડા ન કરને….

વાહ..!
સ્વિટ.. અરે કોઇ ટુથપિક તો આપો..!