જુદું કંઇક

વૉચ મી

કોઇક વસ્તું માટે, કોઇ વ્યક્તિ માટે, કોઇ મહેણા માટે,
કોઇ નિર્ધાર માટે, કોઇ ટશલ માટે, કોઇ પેશન માટે તું કેટલે સુધી જઇ શકે? તને કંઇક
કરવા માટે શું પ્રેરે છે? તું આગળ ધકેલા તો એ ધક્કો કોણ છે? તને પાનો શેનાથી ચડે
છે? તારું પછવાળું શેનાથી ધગે છે? તારી પાસે પોપટ છે? જો- હા, તો તારો જીવ એમાં
વસે છે?

એમ થાય
છે કે નકરા સવાલો જ પૂછ્યે રાખું? મીસ ગાઇડ ન થતો..આ સવાલો હું તને પીન પોંઇન્ટ
કરીને નથી પૂછતો, હું તો ‘તને-તને’ લખીને મારી અંદર પેલા ‘બીજા’ દેવાંગને પૂછું
છું. જેમાંથી કદાચ તને સારા લાગે તો તું પણ તારી અંદરનાં ‘જે-તે’ ને એ સવાલો પૂછી
શકે છે.

પણ
ખરેખર દોસ્ત, આ દુનિયામાં કદાચ એટલાં રહસ્યો નહીં હોય જેટલા આપણી અંદર ભરેલા છે. આપણે
ગેબી છીએ, પઝલ, મિસ્ટ્રી.

અમારી
કોમ્પ્યુટરની ટર્મીનોલોજીમાં એક શબ્દ છે, ‘રન ટાઇમ’; એટલે એમ કે જે કંઇ થશે એ
ફીક્સ નહીં હોય, જે-તે પરિસ્થિતિને અનુરૂપ એમાં યુઝરની ઇચ્છા મુજબ, એનાં વપરાશ
મુજબ ફેરફાર થતા રહેશે. તો એના પરથી કહું તો આપણું દિમાગ ટોટલી ‘રન ટાઇમ’ પર જ
વર્ક કરે છે.

માર્ક
કરજે, કોઇ પરિસ્થિતિમાં, કોઇ સમયે આપણું દિમાગ કોઇક રીતે પ્રતિક્રીયા આપશે તો વળી,
એવી જ પરિસ્થિતિમાં બીજા કોઇ સમયે એ બિલકુલ અલગ રીતે વર્તન કરશે. આમાં થોડું ઉંડું
ઉતરવું હોય ને તો એક વસ્તુંથી શરૂ કરાય અને એ છે ખુદ પર ‘વૉચ’ રાખવાની શરૂ કરીને..!!

હા,
મગજનાં એક હિસ્સાને થોડો અલગ રાખી દે અને એની પાસે માત્ર એજ ડેટા કલેક્ટ કરાવ
જેમાં આપણા જે-તે સમયના, જે-તે પરિસ્થિતિના રીએક્શનનાં રેકોડ્સ જ હોય, અને પછી પેલી
ગાય જમીને બેઠા પછી એ જમેલું વાગોળતી હોય એમ આપણી એમ સમય કાઢીને એ ડેટાનો જીણવટથી અભ્યાસ
કર, તને ફેરફાર કરવા જેવા લાગતા મુદ્દાઓ, એમને એમ રાખવા જેવા લાગતા મુદ્દાઓ, ખુદને
‘વાહ’ કહેવાની ઇચ્છા થઇ જાય એવા મુદ્દાઓ અલગ ટાંક, એના પરથી કંઇક તારવ, એ તારણ
પરથી કનક્લુઝન પર આવ અને છેલ્લે એ કનક્લુઝનને અપ્લાય કર…

નવીનતાં
લાવ ખુદમાં, બીજાને નવીન બનાવ, વાતાવરણને નવીન બનાવ, દેશને..દુનીયાને નવીન
બનાવ…કંઇક આપતો જા..ખુદ પર ગર્વ કરતો જા..