સાદું-સીધું

‘યુ આર ડન.’

ઘણા એ મને અલ્ટીમેટમ આપી દીધું કે હવે તું પાછો નહીં ફરી શકે દોસ્ત,
તું ત્યાં પહોંચી ગયો કે જ્યાં ટર્ન કરી શકાય એટલી જગ્યા નથી અને રીવર્સ ગીયરમાં
ખટકો આવી ગયો છે. યુ આર ડન.
હું એ લોકોની મોઢે તો બસ હસુ જ છું પણ મન કહી દેતો હોંઉ છું કે, તને
શું લાગે છે હું અહીંયા ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતો-કરતો પહોંચ્યોં છું? ના, ભૂરા!
ના, હું પૂરે-પૂરા હોશો-હવાસમાં જ હતો અને મારે આ જ કરવું હતું જે મેં અત્યારે
કર્યું છે. સો આઇ નો, આઇ એમ ડન.
મને એક વખત એક મેસેજ આવેલો, આમ તો આડેધડ જ્ઞાન વહેંચતાં ઘણા બધા મેસેજ
આવતાં રહેતાં હોય અને જ્યારે એ મેસેજ વાંચ્યો ત્યારે એ પણ આવા માંનો જ એક વાંચીને
ડીલીટ કરી નાખેલો પણ જ્યારે એનો સાક્ષાત અનુભવ થયો ત્યારે થયું કે એક ક્ષુલ્લક
મેસેજ પણ જ્ઞાનનો ભંડાર સાબિત થઇ શકે છે. બાય ધ વે, એ મેસેજ કંઇક આવો હતો, એક
માણસે ભગવાનને પૂછ્યું, ‘આ મારા હાથમાં આંગળીઓ વચ્ચે આટલી જગ્યા વળી શેનાં માટે
રાખી છે તેં?’, ભગવાન વળી ત્યારે સારા મૂડમાં હતાં, મે બે આ વખતની મેરેજ એનીવર્સરી
ભૂલાણી નહીં હોય પણ એ જે હોય તે એમણે પેલા માણસને તરતો-તરત રીપ્લાય ફોરવર્ડ કર્યો,
‘એ જગ્યા એટલે છે કે તારા હાથમાં હાથ મૂકી, એ આંગળી વચ્ચે બીજું કોઇ પોતાની આંગળી
પરોવી શકે’
એ મેસેજ વાંચ્યો એના ખબર નહીં કેટલા સમય પછી જ્યારે મારી આંગળીઓ
વચ્ચેની જગ્યા પૂરાણી ત્યારે મને થયું બસ આથી વધારે કંઇ નહીં, ત્યાં પવનની છાલકે
એનાં વાળની એક લટને ઉંચકીને મારા નાકથી લઇને કાન સુધી લસરાવી ત્યારે મને થયું બસ
હવે નહીં ખવાય, ત્યાં હાથમાં હાથ પરોવીને ધીમે-ધીમે ચાલતાં-ચાલતાં એણે પોતાનું
માથું મારા ખભ્ભા પર ટેકવ્યું ત્યારે મને થયું અત્યારે લઇ લઇશ તોયે ફરીયાદ નહીં,
ઢળતાં સૂરજનાં પીળામાંથી કેસરી થતાં જતાં પ્રકાશ વચ્ચે એણે પોતાનાં હાથમાં
પરોવાયેલા મારા હાથને ઉંચકે પોતાનાં હોઠો પર મૂકી દીધો, હું બસ ઢળતાં સૂરજને જોઇ રહ્યો.
એની સુગંધ, એનો સ્પર્શ, એનાં ધબકાર…
હવે જો ત્યારે જ, ત્યાં જ મારા માટે બધું જ આવી ગયું હતું તો હવે જો
કોઇ મને કહે કે, ‘ભૈલા, યુ આર ડન’ તો તને શું લાગે છે, મને શું ફેર પડવાનો! હું તો
એને એમ પણ નથી કહેતો કે, ‘યારા, આઇ વોઝ ડન, વે બીફોર..’
મને ખબર નથી કે હું ક્યારથી શરૂ છું પણ મને એ ખબર છે હું એનાથી પૂરો
છું, એનાં પર પૂરો છું.
તને પણ અત્યારે આ લખાણ કદાચ મને પેલો મેસેજ રીડ કરતી વખતે જેવું
લાગેલું એવું ‘જ્ઞાન’ વહેંચણી રીલેટેડ લાગી શકે છે પણ ટ્રસ્ટ મી બડી, જ્યારે પણ એ
આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરાશે એઝ સૂન એઝ, યુ વીલ બી ડન.